શેરબજારના કડાકાથી ત્રણ કંપનીઓની માર્કેટ વેલ્યુમાં ધોવાણ : જાણો વધુ

47
Loading...

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી બોલેલા કડાકાના કારણે દેશની ટોચની10 કંપનીઓ પૈકીની  ત્રણ કંપનીઓ ટીસીએસ, આઈટીસી અને ઈન્ફોસિસને સૌથી વધારે નુકસાન થયુ છે.

આ ત્રણે કંપનીઓની માર્કેટ વેલ્યુમાં એક જ સપ્તાહમાં 1.07 લાખ કરોડ રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

આકંડા પ્રમાણે ટીસીએસના શેરના ભાવમાં થયેલા ધોવાણથી તેની માર્કેટિ કેપિટલ 85330 કરોડ રુપિયા ઘટી ગઈ છે.એ પણ કંપનીએ બીજા ક્વાર્ટરમાં 22.6 ટકાનો નફો નોંધાવ્યો હોવા છતા.

આ જ રીતે ઈન્ફોસિસની માર્કેટ વેલ્યુમાં 18696 કરોડનો અને આઈટીસીની માર્કેટ કેપિટલમાં 2999 કરોડ રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

જોકે ટોચની 10 કંપનીઓ પૈકી બાકીની કંપનીઓની માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે.જે આ પ્રમાણે છ

કંપની                       કેટલી માર્કેટ વેલ્યુ વધી

રિલાયન્સ                     48524 કરોડ

કોટક મહિન્દ્રા                22130 કરોડ

મારુતિ સુજુકી                11782 કરોડ

એસબીઆઈ                 4953 કરોડ

એચડીએફસી                4388 કરોડ

એચડીએફસી કેપિટ         3727 કરોડ

હિન્દુસ્તાન યુનિલીવર       1991 કરોડ

આ પણ વાંચો : જાણો શું હોવું જોઈએ તમારા પર્સમાં?

તમને કદાચ ગમશે

Loading...