કૂતરાઓના ઝૂંડે મહિલાને ફાડી ખાધી, જુઓ વીડિયો

98
Loading...

મેક્સિકોની ધ્રૂજાવી દેનારી ઘટના

મેક્સિકોના ટોલ બૂથ પર કામ કરનારી એક મહિલાનો ખૂબ જ વિચલિત કરી દેનારો વીડિયો સામે આવ્યો છે. એક CCTV ફૂટેજમાં એક મહિલાની પાછળ 11 કૂતરા ભાગતા જોઈ શકાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આ કુતરા મહિલાનો પીછો કરે છે અને તેને જમીન પર પાડી દે છે અને તેને ફાડી ખાય છે જેનાથી મહિલાનું મોત નિપજે છે.

જુઓ વીડિયો

CCTV ફૂટેજમાં દેખાતી મહિલા 34 વર્ષીય માર્ગરિટા એન છે. તે મેક્સિકોના ટેકમેકમાં જંગલી જાનવરોથી ડરીને ભાગી રહી છે. માર્ગરિટા એક ટોલ બૂથ પર કર્મચારી હતી. કેમેરાના વ્યૂથી નીકળતા પહેલા તેને જમીન પર પડતી જોઈ શકાય છે. કૂતરાઓની આ ડરામણી હરકતને કેમેરામાં કેદ કરી શકાઈ નથી પણ સ્થાનીક રિપોર્ટ્સ પ્રમાણે કૂતરાઓએ મહિલાને ખૂબ ખરાબ રીતે કરડી ખાધી. ન્યૂઝ અનુસાર, માર્ગરિટાના શરીરના મોટા ટૂકડા મળ્યા અને તેના વાળ પણ ગાયબ હતા. જંગલી કૂતરાઓ તેના શરીરની ચામડી ખાઈ ગયા.

આ કારણે કર્યો હુમલો

અહેવાલ અનુસાર, માર્ગરીટા નજીકના પોતાના વર્કપ્લેસ પર જવા માટે વેસ્ટ ગ્રાઉન્ડને પાર કરી રહી હતી. ત્યારે જ કૂતરાઓએ તેના પર હુમલો કરી દીધો. સ્થાનીક રિપોર્ટ્સ અનુસાર, કૂતરાઓએ તેના પર એટલે હુમલો કર્યો કારણ કે, તે તેમના વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. મેક્સિકોના મેયરે કન્ટ્રોલ એન્ડ એનિમલ વેલફેર સેન્ટરને નિર્દેશ આપ્યા છે કે, તે જાનવરોને નિયંત્રિત કરે.     આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને.. ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...