મોડલ પુત્રએ પોતાની માતાને ઢોરમાર મારી કરી હત્યા : શા માટે કરી હશે હત્યા ?

74
Loading...

મુંબઇ: દેશની આર્થીક રાજધાની મુંબઇના ઓશીવારા વિસ્તારમાં ફેશન ડિઝાઈનર સુનીતા સિંહની હત્યા તેમના જ ઘરમાંથી મળી આવી છે. જે મામલે પોલીસે તેના પુત્ર પર શંકા જતા ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, સુનીતા સિંહ તેના પુત્ર સાથે લોખંડવાલા વિસ્તારમાં ક્રોસ ગેટ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેમની સાથે લક્ષ્યની ગર્લફ્રેન્ડ તેમની સાથે રહે છે.

સુનીતા પોતે એક ફેશન ડિઝાઇનર છે, જ્યારે લક્ષ્ય એક મોડલ છે. તેમના ઘરમાં નાણાંને લઇને અનેક વાર ઝઘડા થતા હતા. માતા-પુત્ર બન્ને કથિત રીતે ડ્રગ્સનું સેનવ કરતા હતા. બુધવારે રાત્રે ડ્રગ્સ લીધા બાદ માતા અને પુત્ર વચ્ચે નાણાને લઇને વાકયુદ્ધ થયું હતું. લક્ષ્યએ ગુસ્સામાં માતાને ઢોર માર માર્યો હતો અને બાદમાં બાથરૂમમાં બંધ કરી દીધી હતી.

સવારે જ્યારે બાથરૂમનો દરવાજો ખોલ્યો તો તેની માતા મૃત હાલતમાં મળી આવી હતી. માતાનું મૃતદેહ જોઇને લક્ષ્ય ગભરાઇ ગયો હતો અને તેણે એમ્બુલન્સને બોલાવી હતી.

જોકે તેમણે મૃતદેહ લઇ જવાનો ઇનકાર કર્યો હતો. તેથી તેણે પોલીસને બોલાવીને જણાવ્યું હતું કે, તેની માતાનું મોત કુદરતી રીતે થયું છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, માતાની હત્યા કરાઇ છે. બાદમાં લક્ષ્યએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.

આ પણ વાંચો

આ 5 સંકેતો દર્શાવે છે કે તમારી પત્ની તમને દગો આપી રહી છે : ૯૯ % પુરુષો જાણતા નથી

તમને કદાચ ગમશે

Loading...