મોદી સરકાર નોકરીઓનું ઘોડાપૂર લાવવાની તૈયારી કરી રહી છે

48
Loading...

Modi બેરોજગારીનો મુદ્દો મોદી સરકાર માટે ચિંતા વિષય

લોકસભા ચૂંટણી પહેલા બેરોજગારીનો મુદ્દો સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે.

તેને જોતા ત્રણ મંત્રાલયો- માનવ સંસાધન વિકાસ, શ્રમ અને કૌશલ્ય વિકાસે અંડરગ્રેજ્યુએટ્સને

તાલિમ આપવા અને તેમના માટે રોજગારની તકો ઊભી કરવા માટે હાથ મિલાવ્યા છે. આ

કાર્યક્રમ 2019થી શરૂ થવાનો છે.

મોદી સરકાર શરૂ કરશે એક મેગા પ્રોગ્રામ

મોદી સરકાર એક મેગા ‘અપ્રેન્ટિસશિપ’ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીમાં છે. જે અંતર્ગત પ્રાઈવેટ અને સરકારના ફંડથી ચાલતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના એ વિદ્યાર્થીઓ પર ફોકસ કરવામાં આવશે, જે હ્યુમેનિટીઝ કે બિન-તકનીકી કોર્સિઝના સ્ટૂડન્ટ છે.

તેનો ઉદ્દેશ્ય એ વિદ્યાર્થીઓને રોજગારની દ્રષ્ટિએ તૈયાર કરવા અને તે જેવા ગ્રેજ્યુએટ થઈ જાય, તેમને જોબ અપાવવામાં મદદ કરવાનો છે. 

અમારા સહયોગી ન્યૂઝ પેપર ઈકોનોમિક ટાઈમ્સને મળેલી જાણકારી મુજબ, આ મેગા અપ્રેન્ટિસશિપ અને સંભવિત એમ્પ્લોયરને ત્યાં ઓન-ધ-જોબ ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવશે, જે દરમિયાન સ્ટૂડન્ટ્સને સ્ટાઈપેન્ડ પણ મળશે.

નોન-ટેકનિકલ કોર્સીઝના વિદ્યાર્થીઓને કરાશે મદદ

હકીકતમાં, નોન-ટેકનિકલ કોર્સીઝના વિદ્યાર્થીઓને રોજગાર મેળવવામાં તકલીફ પડે છે.

આ સેગમેન્ટના મોટાભાગના વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં નિષ્ફળ રહે છે, કેમકે માત્ર કેટલાક ટકા વિદ્યાર્થીઓ જ પોસ્ટ-ગ્રેજ્યુએશન કે આગળનો અભ્યાસ કરી શકે છે.

એવામાં નોન-ટેકનિકલ કોર્સિઝના વિદ્યાર્થીઓનું કરિયર કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમને અપ્રેન્ટિસશિપ દ્વારા જોબ-રેડી બનાવવાની યોજના છે. 

હાઈ-ક્વોલિટી અપ્રેન્ટિસશિપ સુનિશ્વિત કરવા માટેના આ પ્રોગ્રામ સાથે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર યુનિટ્સ અને ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોને પણ જોડવામાં આવશે.

તેને પાસ કરીને કોલેજમાંથી બહાર આવનારા વિદ્યાર્થીઓને બેઝિક ટ્રેનિંગ અને ઓન-ધ-જોબ ટ્રેનિંગ મળી શકશે.

એક વર્ષમાં 10 લાખ સ્ટૂડન્ટ્સને કરાશે ટ્રેઈન

ગત સપ્તાહે આ ત્રણે મંત્રાલયોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ પ્રોગ્રામને લઈને મહત્વની બેઠક કરી હતી.

આવનારા કેટલાક દિવસોમાં આ પ્રોગ્રામને આ મંત્રાલયો સંયુક્ત રીતે લોન્ચ કરી દેશે. 2019થી લાગુ થવા જઈ રહેલા આ પ્રોગ્રામના ટાર્ગેટ પર 2019-20 એકેડમિક સેશનમાં 10 લાખ સ્ટૂડન્ટ્સ હશે.

નેશનલ અપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ માટે 10,000 કરોડ રૂપિયા ફાળવાયા હતા, જે લગભગ-લગભગ એમ જ પડ્યા છે. જેથી, આ રકમનો ઉપયોગ સ્ટાઈપેન્ડ-બેઝ્ડ અપ્રેન્ટિસશિપ માટે કરવામાં આવશે.

ઓન-ધ-જોબ ટ્રેનિંગ દરમિયાન મળનારા સ્ટાઈપેન્ડના 25 ટકા કે 1500 રૂપિયા સુધી સરકાર ચૂકવશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...