નવરા‌ત્રિમાં પણ દારૂનો ક્રેઝ: 120થી વધુ પીધેલા અને 56 રોમિયો ઝડપાયા

43
Loading...

અમદાવાદ: નવરાત્રિ માતાજીની આરાધના કરવાનો-ભક્તિ કરવાનો તહેવાર હોય છે, પરંતુ ભક્તિના આ તહેવારમાં યુવાધન ભાન ભૂલીને દારૂ પીવાનું, મારામારી અને યુવતીઓની છેડતી કરતાં હોય છે. શહેરના પૂર્વ વિસ્તારની પોલીસે આ વર્ષે વિસ્તારમાં સઘન વાહનચે‌કિંગ અને પેટ્રોલિંગ કરી દારૂ પીધેલી હાલતમાં ૧૧૬ અને છેડતી કરતા ૫૬ સહિત ૧ર૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.

પોલીસે ચાર દિવસમાં ૪૧૧૭ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ રૂ. પ,૪પ,૩૭પનો દંડ વસૂલાયો, પ૮ર વાહનોના મુંબઈ વ્હિકલ એક્ટ મુજબ કેસ કરવામાં આવ્યા છે. યુવતીઓ મોડી રાત સુધી ગરબામાં ઘર બહાર પાર્ટી પ્લોટમાં જાય છે. યુવતીઓની સુરક્ષાને લઇને છેડતીનો બનાવ ન બને તે માટે ખાસ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી છે. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં પોલીસે પ૦થી વધુ રોમિયોને પકડીને સબક શીખવાડ્યો છે.

મોટા ભાગે દર વર્ષે નવરાત્રીના તહેવારમાં પૂર્વ વિસ્તારમાં દારૂ પીને ધમાલ અને મારામારીના કિસ્સા બનતા હોય છે અને હત્યા સુધીના બનાવ બને છે, પરંતુ આ વર્ષે પૂર્વમાં પોલીસની સતત કમગીરીને લઇ એવી કોઈ મોટી ઘટના બની છે.

આ વર્ષે પશ્ચિમ વિસ્તારની પોલીસે તહેવાર દર‌િમયાન નિષ્કાળજી દાખવતા મારામારીના અનેક બનાવો બની ચૂક્યા છે. પોલીસ મોડી રાતે ત્રણ વાગ્યા સુધી રેસ્ટોરન્ટ અને કોફીબાર ખુલ્લા રહેવા દે છે, જેના કારણે આવા અસામાજિક તત્ત્વોને ખુલ્લો દોર મળી ગયો છે.

આ પણ વાંચો

નવરાત્રીમાં દરેક દિવસનું મહત્વ : છઠ્ઠું નોરતું : કાત્યાયની

તમને કદાચ ગમશે

Loading...