Mumbai સરકારે સંસદમાં આપી આ ચેતવણી
હાલ જે રીતે ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી સતત વધી રહી છે. તે જોતા આ સદીના
આખર સુધીમાં દરિયાની સપાટી 3.5થી 34 ઇંચ સુધી વધી શકે છે.
આ કારણે મુંબઈ સહિત દેશના પશ્ચિમી દરિયા કિનારે વસેલા અને પૂર્વ ભારતના દરિયા કિનારે
વસેલા વિસ્તારોમાં પાણી ફરી વળી શકે છે. આ જાણકારી શુક્રવારે સરકાર તરફથી આવી હતી.
ગુજરાતના પણ ઘણા ભાગ પર ફરી વળી શકે છે દરિયાના પાણી

સરકારે હૈદરાબાદ સ્થિત નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસના હવાલે લોકસભામાં
કહ્યું કે, ‘મુંબઈ અને પશ્ચિમ તટ પ્રદેશના વિસ્તારો જેવા કે ખંભાત, ગુજરાતનું કચ્છ, કોંકણના
કેટલાક વિસ્તારો અને દક્ષિણમાં કેરળમાં સમુદ્રનું સ્તર વધવાથી સૌથી વધારે અસરગ્રસ્ત
વિસ્તારો બની શકે છે.
તેમજ દરિયાની સપાટી વધવાને એટલા માટે પણ ચિંતાનો વિષય ગણાય છે કે તેના કારણે
નદીની સિસ્ટમ ખોરવાઈ શકે છે. જેથી ભારતની ખાદ્ય સુરક્ષા પર પણ ખતરો મંડરાઈ શકે છે.’
અસમાન રીતે વધી રહ્યું છે દરિયાનું પાણી

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ’
નામની પત્રિકા દ્વારા એક અભ્યાસ લેખમાં જણાવવામાં આવ્યું હતું કે પાછલા 25 વર્ષમાં
દરિયાની સપાટી અસમાન રીતે વધી છે તેનું કારણે પ્રાકૃતિક પરિવર્તન નથી તેટલું વધારે માણસો
દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓના કારણે જળવાયું પરિવર્તન આવ્યું છે. અભ્યાસ મુજબ
વિશ્વના એ ભાગો જ્યાં દરિયાની સપાટીમાં સરેરાશ કરતા ઘણી વધારે વૃદ્ધિ થઈ છે ત્યાં હજુ પણ
આ જ રીતે વધારો થઈ શકે છે. તેનું કારણ જળવાયુમાં ગરમીનું પ્રમાણ છે.
જળવાયુ પરિવર્તન નહીં અટકે તો ભોગવવું પડશે દુષ્પરિણામ

અમેરિકાના નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના જૉન ફસુલોએ કહ્યું હતું કે, ‘એ જાણ્યા
પછી કે જે તે ક્ષેત્રમાં પરિવર્તન પાછળ જવાબદાર જળવાયુ પરિવર્તન છે ત્યારે અમે વિશ્વાસ સાથે
કહી શકિએ છીએ કે ભવિષ્યમાં પણ જળવાયુ પરિવર્તન શરુ જ રહ્યું તો આ પેટર્ન વધુ ઘેરી
બનતી જશે અને દુનિયાના ઘણા દેશમાં દરિયાની સપાટી વધવાનું સરેરાશ કરતા બે ગણું
ઝડપથી થશે.’
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.
આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,
જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..
ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર
અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો