મુંબઈઃ લોકલ ટ્રેનમાં ભૂલાઈ છ લાખની જ્વેલરી, પછી જે થયું…

41
Loading...

લોકલ ટ્રેનમાં ભૂલાઈ જ્વેલરી

દામોદર વ્યાસ, મુંબઈઃ લોકલ ટ્રેનમાં સામાન ભૂલી જવો એ મુંબઈકરની આદત બની છે.

રેલવે પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, હેલ્પલાઈન પર વર્ષે 12 હજાર કોલ માત્ર ટ્રેનમાં સામાન ભૂલી જવાના જ આવે છે.

જેમાં 80 ટકા સામાન રિકવર નથી થતો. જોકે, ગિરગાંવમાં રહેતી નીલમ સોલંકીના નસીબ સારા હતાં કે શુક્રવારે ટ્રેનમાં લાખો રુપિયાની જ્વેલરી ભૂલી ગયા પછી તેને સામાન મળી ગયો હતો.

લગ્નમાંથી પરત ફરતાં સમયે થઈ ભૂલ

ગિરગાંવમાં રહેતી નીલમ પતિ મનિષ સોલંકી સાથે ભાયંદરમાં એક લગ્નમાં ગઈ હતી. જેમાં તે લાખોની જ્વેલરી લઈ ગઈ હતી.

લગ્ન પૂરાં થયાં પછી જ્યારે તેમને સામાન યાદ આવ્યો ત્યારે મોડું થઈ ચૂક્યું હતું. ગ્રાંટ રોડ સ્ટેશન પર ઉતર્યાં પહેલા તે રેક પર રાખેલી પોતાની બેગ લેવાનું ભૂલી ગયાં હતાં.

આ ઘટના રાતના આશરે સાડા નવ કલાકે બની હતી.

જીઆરપીના જવાને પરત કરી બેગ

પ્લેટફોર્મ પર ઉતર્યા પછી મનિષ અને નીલમને લાગ્યું કે તેમની પાસે જે બેગ હતી તે ટ્રેનમાં જ ભૂલી ગયાં. આ બન્ને ઉતાવળમાં ચર્ચગેટ ગયાં.

આ બેગમાં આશરે છ લાખ જેટલી જ્વેલરી હતી. આ પછી ડ્યૂટી પર રહેલા જવાન દાતારને ટ્રેનમાં બેગ મળી જેને તેણે ચર્ચગેટ પોલીસ સ્ટેશનમાં પહોંચાડી.

પોલીસ અસલી માલિકને શોધી રહી હતી ત્યાં જ બન્ને પતિ-પત્ની પોલીસ સ્ટેશને પહોંચ્યા. આ રીતે તેમને બેગ પરત મળી.રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...