હુમલાના આરોપીઓ પર અમેરિકાએ 35 કરોડનું ઇનામ રાખ્યું

43
Loading...

મુંબઇ હુમલાની 10મી વરસી પર અમેરિકાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હુમલાના ગુનેગારો વિશે જે કોઇ પણ સૂચના આપશે તેના માટે 35 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સોમવારે જણાવ્યું કે તમામ અમેરિકી નાગરિકો તરફથી ભારતમાં થયેલા આ હુમલા પર અમારી સંવેદનાઓ તેમની સાથે છે. આ બર્બર હુમલામાં પોતાનો જીવ ગુમાવનાર 6 અમેરિકી નાગરિકો સહિત તમામ પીડિત લોકો પ્રત્યે અમારી સંવેદનાઓ તેમની સાથે છે. આ હુમલાએ આખી દુનિયાને હચમચાવી નાખ્યું હતું.

માઇક પોમ્પિયોએ આ અવસરે પાકિસ્તાનને સલાહ આપી છે. તેણે જણાવ્યું કે લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનો પર પાકિસ્તાનની સરકારે મોટું પગલું ઉઠાવવું જોઇએ. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો હવાલો આપતા જણાવ્યું કે, પાકિસ્તાન આ હુમલાના દોષિત લોકોને સખ્ત સજા આપે. પોમ્પિયોએ જણાવ્યું કે, હુમલાના દોષિતોને પાકિસ્તાન અત્યાર સુધી પકડી શક્યું નથી તે પોતાની જાતનું અપમાન થયા બરાબર છે.

ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ પહેલા આજના દિવસે 26 નવેમ્બર 2008એ લશ્કરના 10 આતંકીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઇ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હુમલામાં 6 અમેરિકી સહિત કુલ 28 વિદેશી નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલાએ 60 કલાક સુધી સમગ્ર દુનિયામાં દહેશત ફેલાવી દીધી હતી.

મિત્રએ માતાને અપશબ્દો કહેતા તેનું માથું કાપીને પહોંચ્યો પોલીસ સ્ટેશન! : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...