પીએમ મોદીએ કર્યું શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન, જેકેટ્સ ખરીદી ને કર્યું આ રીતે પેમેન્ટ લોકો જોતા રહી ગયા…

32
Loading...

પીએમ મોદીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે ત્યારે ગુરુવારે અહીં પીએમ મોદીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું.

ત્યારબાદ તેમણે આ શોપિંગ ફેસ્ટિવલનું પ્રદર્શન પણ નિહાળ્યું.

ખાસ વાત એ છે કે પીએમ મોદીએ અહીં જાતે રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી પોતાના માટે કપડાં ખરીદ્યા.

તેમણે અહીં દુકાનમાંથી કેટલાંક જેકેટ્સ ખરીદ્યા અને તેમના રુપે કાર્ડ દ્વારા બિલની ચૂકવણી કરી.

જેકેટ્સ ખરીદી રૂપે કાર્ડથી કર્યું પેમેન્ટ

અમદાવાદમાં આયોજિત આ ખાસ શોપિંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે પીએમ મોદીએ અહીં

ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો અને ઉદ્ધાટન બાદ પીએમ મોદીએ ગુજરાતના સીએમ વિજય

રૂપાણી અને અન્ય લોકોની સાથે અહીં લાગેલા તમામ સ્ટોલ્સનું અવલોકન કરવા માટે પહોંચ્યા.

અહીં એક સ્ટોલ પર તેમણે કેટલાંક જેકેટ્સની ખરીદી કરી અને બાદમાં પોતાના રૂપે કાર્ડ દ્વારા આ જેકેટ્સના બિલની ચૂકવણી કરી. આ સ્ટોલ પર હાજર કર્મચારીઓ પણ ખુશ જોવા મળ્યા.

અહીં ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી 3000 રૂપિયાની ખાદીના જેકેટની ખરીદી કરી હતી.

જેમાં તેઓને 20 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને તેમણે 2400 રૂપિયાનું બિલ કાર્ડથી ભર્યું હતું.

સોશિયલ મીડિયા પર પીએમ મોદીની પ્રશંસા

નોટબંધી દરમિયાન પીએમ મોદીએ લોકોને કેશલેસ વ્યવહાર કરવાની વાત કરી હતી અને આ સિવાય મન કી બાતના એક કાર્યક્રમમાં તેમણે લોકોને ખાદીનો સામાન ખરીદવા માટે પણ કહ્યું હતું.

અને આજે પીએમ મોદીએ જાતે ગુજરાતમાં ખાદીના કપડાં ખરીદ્યા અને તેમના ડેબિટ કાર્ડથી બિલની ચૂકવણી કરી.

આ કારણે લોકો સોશિયલ મીડિયા પર પીએમ મોદીની પ્રશંસા કરી રહ્યા છે.

દર વર્ષે આવો ફેસ્ટિવલ કરવો જોઈએ: પીએમ મોદી

આજે પીએમ મોદીએ ટ્રેડ શો, SVP હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો, વડાપ્રધાન મોદીએ શોપિંગ ફેસ્ટિવલમાં સંબોધન કરતા જણાવ્યું કે અમદાવાદની વ્યાખ્યા બદલવી પડે,

એક સમયે ગુજરી બજારમાંથી વસ્તુ ખરીદતા તેઓ આજે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરે છે એક બહુ જ સારી વાત છે.

પીએમએ કહ્યું કે SVP હોસ્પિટલથી સમગ્ર ગુજરાતના લોકોને લાભ મળશે. SVP હોસ્પિટલ હેલિપેડ ધરાવતી દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. અહીં પેપરલેસ કામગીરી થશે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...