PM મોદી ગુજરાતના મહેમાન, વાઈબ્રન્ટ ગુજરાતમાં ખાસ હાજરી રહેશે જુઓ વધુ માહિતી

22
Loading...

મોદી આજથી 3 દિવસ ગુજરાતના મહેમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17થી 19 જાન્યુઆરી સુધી વાઈબ્રન્ટ ગુજરાતના લીધે ગુજરાતના ખાસ મહેમાન રહેશે.

મોદી ગાંધીનગરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ને ખુલ્લું મુકશે,

આ સિવાય મોદી અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સનું ઉદ્ઘાટન કરવાના છે. આ સાથે હારીઝમાં ગન ફેક્ટરી માટેનું ખાતમુહૂર્ત કરવાના છે.

મોદી ગાંધીનગરથી કરશે શરુઆત

ગુરુવારે વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે પહોંચીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે જેમાં 25 ઈન્ડસ્ટ્રીયલ અને બિઝનેસ સેક્ટરના લોકો એક છત નીચે એકઠા થવાના છે.

SVP હોસ્પિટલનું PMના હાથે ઉદ્ધાટન

આ સાથે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે, અમદાવાદમાં વડાપ્રધાન મોદી SVP હોસ્પિટલને ખુલ્લી મુકવાના છે.

નવી બનાવાયેલી વીએસ હોસ્પિટલને જાહેર જનતા માટે અમદાવાદમાં ખુલ્લી મુકવામાં આવશે.

78 મીટર ઊંચી હોસ્પિટલનું પોતાનું હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે જેથી અહીં ગરીબ અને મધ્યવર્ગના પરિવારો માટે એડવાન્સ મેડિકલ સર્વિસની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં મોદી હેલ્થકેર સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરવાના છે.

PM શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂકશે

સાંજના સમયે વડાપ્રધાન મોદી અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ-2019ને ખુલ્લો મૂકવાના છે. વાઈબ્રન્ટ ગુજરાતને સંલગ્ન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં શહેરના વેપારીઓને પોતાનો વેપાર વધારવાની તક મળી રહેશે. આ કાર્યક્રમમાં પણ મોદી હાજર લોકોને સંબોધિત કરવાના છે.

2003માં કરી હતી શરુઆત

શુક્રવારે પીએમ મોદી 9મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મહાત્મા મંદિરના એક્ઝિબિશન કમ કન્વેશન સેન્ટર ગાંધીનગરમાં ઉદ્ધાટન કરવાના છે.

જ્યારે મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2003માં તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરુઆત કરી હતી,

જેનાથી ગુજરાત ઉદ્યોગકારોના રોકાણ માટે શ્રેષ્ઠ જગ્યા હોવાની છબી ઉભી થઈ હતી.

પ્રવાસનો અંતિમ દિવસ

વડાપ્રધાન મોદી પોતાના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 19મી જાન્યુઆરીના દિવસે હારીઝમાં ગન ફેક્ટરીના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

સુરતના હારીઝમાં L&Tના ડિફેન્સ આર્ટિલરી સિસ્ટમ બનાવતા યુનિટનું ઉદ્ધાટન કરશે.



આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો



તમને કદાચ ગમશે

Loading...