પુલવામાનો જવાબ / બીજી સર્જિકલ સ્ટ્રાઈક: ભારતે PoKમાં ઘુસીને આતંકી કેમ્પ પર 1,000 બોમ્બથી હુમલો કર્યો

81
Loading...

કાશ્મીરના પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 1000 કિલો બોમ્બ સાથે હુમલો કર્યો છે. આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાય છે

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.

ભારતીય વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી કર્યો હુમલો
નવી દિલ્હી: પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

  • વડાપ્રધાન મોદીના ઘરે એર સ્ટ્રાઈક વિશે કેબિનેટ બેઠક
  • બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અજીત ડોભાલ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા પ્રધાન અરુણ જેટલી હાજર
  • પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે ચર્ચા વિચારણાં કરવામાં આવશે.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદનો કંટ્રોલ રૂમ અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.

તમને કદાચ ગમશે

Loading...