વિપક્ષના ભારત બંધે બિહારમાં બે વર્ષની બાળકીનો ભોગ લીધો

71
Loading...

છેલ્લા કેટલાક દિવસોથી ડોલર સામે રૂપિયાની નરમાશ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના સતત વધી રહેલા ભાવના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે.

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને પગલે કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ ભારત બંધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન દેશભરમાંથી અલગ-અલગ તસવીરો સામે આવી રહી છે. બિહારમાં કેટલીય જગ્યાઓ પર પ્રદર્શન હિંસક બની રહ્યું છે, કેટલીક જગ્યાએ આગચાંપી થઇ ઉપરાંત ટ્રેનોને પણ રોકવામાં આવી છે.

ભારત બંધ દરમિયાન બિહારના જહાનાબાદમાં બે વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ભારત બંધના કારણે રસ્તા પર જે ચક્કાજામ કરવામાં આવ્યું તેના કારણે એમ્બ્યુલન્સ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઇ રહી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી. પરંતુ સમય રહેતા ટ્રાફિક જામ ન ખુલતા બાળકીએ રસ્તામાં જ દમ તોડી નાખ્યો.

બાળકીની મોતને લઇને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે વિપક્ષ હિંસાનું તાંડવ મચાવી રહી છે. આ બાળકીની મોતના ગંદા ખેલ માટે જવાબદાર કોણ. પ્રસાદે કહ્યું બંધ દરમિયાન દવાની દુકાન અને એમ્બ્યુલન્સ ને રોકવામાં આવતી નથી. જહાનાબાદમાં કોંગ્રેસ અને વિપક્ષે એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો નહી.

તમને કદાચ ગમશે

Loading...