રૂપિયા 1.08 લાખ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રોજેક્ટમાં જાપાનનો નાણાકીય સહયોગ

60
Loading...

હાઇસ્પીડ રેસ પ્રોજેક્ટ પર કામ કરનાર સત્તાવાળાઓએ ૫૦૮ કિમીના કોરિડોરની સમાંતર એક સર્વિસ રોડ બનાવવાનો નિર્ણય કર્યો હતો જે મહારાષ્ટ્ર અને ગુજરાતના આંતરિયાળ વિસ્તારના લોકો માટે જીવાદોરી સાબીત થશે.

ચાર મીટર સર્વિસ રોડ  મુશ્કેલ પર્વતીય વિસ્તાર સિવાય મુંબઇ અને અમદાવાદ વચ્ચે એલાઇનમેન્ટમાં ચાલશે.રૂપિયા ૧.૦૮ લાખ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રોજેક્ટમાં જાપાનનો નાણાકીય અને ટેકનિકલ સહયોગ રહેશે.

‘આ  સર્વિસ રોડ કોરિડોર પ્રોજેક્ટના બાંધકામ માટે કામદારો અને એન્જીનીયરોને લોજીસ્ટીક સહાય અને કાચો માલ પુરો પાડશે.સમાંતર  રોડ આંતરિયાળ અને જ્યાં પહોંચવું મુશ્કેલ હોય ત્યાંથી પસાર થશે. અંતે  ઓલ વેધર રોડમાં રૂપાંતરિત કરાશે જ્યાં વાહનો ચલાવી શકાશે’એમ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોેરેશનના એક અધિકારીએ કહ્યું હતું. આ પ્રોજેક્ટ પુરો થયા પછી સર્વિસ રોડનો  સમયાંતર  એલાઇનમેન્ટના નિરિક્ષણ માટે  માત્ર એન્જીનીયરો જ ઉપયોગ નહીં કરે બલકે સામાન્ય લોકો પણ એનો ઉપયોગ કરી શકશે.

કોર્પોરેશનના પ્રવકતા ધનંજય કુમારે કહ્યું હતું કે  આ રોડ ગ્રીન કોરિડોર તરીકે કામ કરશે જ્યાંથી ગ્રામજનોને એમ્બુલેન્સની સેવા મળી શકશે અને  મુબંઇ જેવા મોટા શહેરમાં થોડા સમયમાં જ પહોંચી શકાશે જેની અત્યાર સુધી કલ્પના માત્ર જ કરાતી હતી.

કોરિડોરના ૧૨ સ્ટેશન હશે અને તે મહારાષ્ટ્રમાંથી ૧૫૬, દાદરા-નગરહવેલી જેવા સંઘ પ્રદેશમાંથી ૪.૩ અને અને ગુજરાતમાંથી ૩૪૮ કિમી જેટલો પસાર થશે.જમીન હસ્તાતંરણના મુદ્દે આંદોલનોથી પ્રખ્યાત બનેલો મહારાષ્ટ્રનો પાલઘર જિલ્લો આ પ્રોજેકટ તેમજ સર્વિસ રોડનો  સૌથી મોટો લાભાર્થી હશે.

સત્તાવાળાઓએ આ પ્રોજેક્ટથી અસર થનાર ૭૩ ગામડાઓ ઓળખી લીધા હતા. આ જિલ્લામાંથી ૧૦૯ કિમી રસ્તો પસાર થશે. જો કે સત્તાવાળાઓ માને છે કે આ પ્રોજેક્ટ તેમના માટે જીવાદોરી સાબીત થશે.

તમને કદાચ ગમશે

Loading...