ભારત પર પ્રેશર લાવવાનો પ્રયાસ? ચીને તિબેટમાં રોક્યું બ્રહ્મપુત્રા નદીનું પાણી

54
Loading...

ભારતીય સીમમાં ચીન દ્વારા સતત થઈ રહેલી ઘૂસણખોરી બાદ ચીને હવે તિબેટમાંથી વહેતી અને ભારતમાં પહોંચતી બ્રહ્મપુત્રા નદીનું પાણી રોક્યુ છે. આ પાછળ ચીનનો હાથ હોવાનું સામે આવ્યું છે. પાણી રોકાતા અરૂણાચલ પ્રદેશના કેટલાય વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે.

તો અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસ સાંસદ નિનોંગ એરિંગે મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સને પણ પત્ર લખીને આ અંગે જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચીને તિબેટમાંથી વહેતી યારલુંગ સાંગપો નદીનું પાણી રોક્યુ છે.

આ નદી જ્યારે અરૂણાચલ પ્રદેશમાં આવે છે તો તે સિયાંગના નામથી ઓળખાય છે. આગે વધીને તે બ્રહ્મપુત્રા નદીના નામથી ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે, ચીનની આ હરકતથી અરૂણાચલ પ્રદેશના તૂતિંગ, યિંગકિયોંગ અને પાસીઘાટમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે.

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે યારલુંગ સાંગપો નદી પર પાણી માટે ભાગીદારી કરવા માટેનો એક ખાસ કરાર થયો હતો.

કોંગ્રેસ સાંસદે પત્રમાં લખ્યું છે કે, ચીન યારલુંગ સાંગપો નદીના વહેણ પર ખાસ નજર રાખી રહ્યું છે. જો આગળની સુચના આવે છે તો તેને અમે જાણકારી આપીશું કે ભારત સરકાર આ મામલે સક્રીય થઇને તેની સાથે વાતચીત કરે.

આ પણ વાંચો

ઓરિસ્સામાં ‘તિતલી’ વાવાઝોડાંનો કહેર યથાવત,57 હજાર મકાનો ક્ષતિગ્રસ્ત

તમને કદાચ ગમશે

Loading...