દિવાળીને દિવસે થયો છે 7ના અંકનો સંયોગ, જાણો કોના માટે નિવડશે અતિ શુભ

126
Loading...

ત્રણ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે. જે સુખ અને સમૃદ્ધિ વધારનારા છે.

અંકશાસ્ત્રની દ્રષ્ટિએ 7નો અંક ખુબ જ શુકનવંતો છે. જે લોકોનો સંબંધ 7ના અંક સાથે થતો હશે કે મૂળાંક 7 સાથે થતો હશે, તેના માટે આ દિવાળી અતિ શુભફળદાયી નિવડશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર એ તુલા રાશિનો સ્વામી છે. આ ગ્રહ સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપનારો છે. તેની સાથે સોમ્ય ગ્રહ ચંદ્ર અને સ્વાતિ નક્ષત્રમાં રહેલા સૂર્યની યુતિ થઈ રહી છે. આ એક અતિ શુભ સંયોગ છે. કારણ કે સ્વાતિ નક્ષત્રતા વિપુલતા આપનારું ગણાવાયુ છે. આ એક દુર્લભ યોગ છે. જે આ વર્ષે દિવાળી પર બની રહ્યો છે.

કાળપુરુષની કુંડળીમાં ચંદ્ર ચોથા ઘરનો અને સૂર્ય પાંચમા ઘરનો જ્યારે શુક્ર બીજા અને સાતમા ઘરનો કારક બને છે. જેને પરિણામે વ્યક્તિને પૂર્વપૂન્ય, સંતાન, બુદ્ધિ ચાતુર્ય, ધન, પરિવાર, પૈસો, વાણી, મકાન, વાહન, માતા, ઉચ્ચ ડીગ્રી, જાહેર જીવન, પતિ- પત્ની કે ભાગીદારી જેવી બાબતોમાં શુભ ફળ આપનાર નિવડશે.

જે લોકોની જન્મ તારીખ કે જન્મતારીખનો કુલ સરવાળો 7 થતો હશે તેવા લોકો માટે આ દિવાળી ખુશખબરી લઈ આવી છે. આ દિવાળીએ આ લોકોએ અચૂક પૂજન કરીને માતાને પોતાને ત્યાં સ્થાયી થવા વિનવણી કરવી જોઈએ, તેનાથી શુભ ફળ મળે છે.

આ સપનાઓ આપે છે શુભ ફળ પ્રાપ્તિનો સંકેત શુભ દિવસોમાં દેખાય તો થઈ જાય બેડો પાર

જે કોઈનો જન્મ કોઈપણ મહિનાની 7મી, 16મી કે 25મી તારીખે થયો કે પછી કોઈ વ્યક્તિનો જન્મ કોઈપણ તારીખે થયો હોય પણ ભાગ્યાંક 7 હોય દા. ત. જન્મ તારીખ. 7 -11-1995 તો 7+1+1+1+9+9+6 એટલે કે કુલ 34 થશે. જે 3+4 એટલે કે ભાંગ્યાંક 7 થશે. તો તેમના માટે પણ આ વર્ષ ખુશ ખબરી લઈને આવ્યું છે.

આ ઉપરાંત જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની બે તારીખે કે 11 તારીખે 20 તારીખે કે 29 તારીખે થયો હશે તેના માટે પણ વર્ષ સારું જશે. કારણકે 2 અે 7 એ એકબીજા સાથે સંલગ્ન નંબરો છે. બંને અંક પર શુક્ર આધિપત્ય ધરાવે છે. તેવી જ રીતે જે કોઈનો ભાગ્યાંક 2 થતો હતો હશે તે માટે આ વર્ષ ખુબ સારું જશે.

આ ઉપરાંત જે વ્યક્તિના મકાન કે ફલેટનો નંબર 2 કે 7 સાથે સંબંધિત થતો હશે તે લોકો માટે પણ વર્ષ ખુબ સારું જશે.

એવી જ રીતે વાહન નંબર કે મોબાઈલ નંબરનો સંબંધ પણ જો 7ના અંક સાથે થતો હોય તો પણ તમને વિશેષ રીતે દિવાળી શુભ નિવડશે.

તમે તમારી જન્મ તારીખ ચેક કરો, શું તમારે થાય છે 7ના અંક સાથે સંબંધ તો થશે અઢળક ફાયદો…

તમને કદાચ ગમશે

Loading...