મહારાષ્ટ્રમાં થાણે ક્રાઇમ બ્રાંચે વ્હેલ માછલીની ઉલટીની તસકરીના આરોપમાં કેટલાક તસ્કરોની ધરપકડ કરી છે, વ્હેલની આ ઉલટીની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયા કિંમત છે. આ પત્થરનો ઉપયોગ ખાસ કરીને મોટા બ્રાંડવાળા પરફ્યૂમ બનાવવામાં કરવામાં આવે છે.
કોંકણ તટ પર વ્હેલ માછલીની ઉલટીથી બનેલા આ પત્થર શોધવામાં મહિનાથી વર્ષો સુધી રાહ જોવી પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં દરિયામાં વ્હેલ માછલી દેખાઇ હતી. જેના પર તસ્કરોની નજર પડતાં તેઓ સક્રિય થયા હતા. આ તસકરોના હાથમાં વ્હેલ માછલીની ઉલટીથી બનેલો 11 કિલોનો પત્થર લાગ્યો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 22 કરોડ રૂપિયા થાય છે.
તસ્કરો આ પથ્થરને મુંબઇ નજીક થાણેમાં વેચવા આવ્યા હતા. થાણે ક્રાઇમ બ્રાંચને આ જાણકારી મળી તો તેઓએ તસ્કરોની અટકાયત કરી અને તેમની પાસેથી આ કિંમતી પથ્થર જપ્ત કર્યો. પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેઓએ 6 ઓક્ટોબર સુધી જેલ મોકલવામાં આવ્યા છે.
મોંઘા પરફ્યૂમ બનાવવા માટે વ્હેલની ઊલટીનો ઉપયોગ થાય છે. વ્હેલની ઊલટીની કિંમત અંદાજે 16 કરોડ, 86 લાખ રૂપિયાથી વધુ છે. જે તેની સાઇઝ અને કેટલી ઝૂની છે તેના પર આધાર રાખે છે. એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલના આંતરડામાંથી બને છે. જે વ્હેલના આંતરડાને સ્ક્વિડ, અન્ય માછલીઓના કાંટાથી બચાવે છે. વોમિટ અથવા મળ દ્વારા એમ્બરગ્રીસ વ્હેલના પેટમાંથી બહાર આવે છે.
વ્હેલ માછલીની ઉલટીને જ્યારે તે ગરમ કરવામાં આવે તો તે ઓગળી જાય છે અને તેલ બની જાય છે. શુદ્ધ એમ્બરને આગમાં નાખવાથી તે સુગંધિત ધૂમાડો છોડે છે. ચાવવાથી તે મીણ જેવું લાગે તથા મોઢું સુગંધિત થઈ જાય.
આ પણ વાંચો : 11064 કરોડથી વધુ સંપત્તિના માલિક ગુજરાતી મૂળના આફ્રિકાના યુવા અબજોપતિનું અપહરણ : જાણો વધુ