નવરાત્રીમાં દરેક દિવસનું મહત્વ : પાંચમું નોરતું : દેવી સ્કંદમાતા

209
Loading...

મા દુર્ગાનું આ પાંચમું સ્વરૂપ ભગવાન શિવનાં અર્ધાંગના છે તથા ભગવાન કાર્તિકેય કે જે દેવતાઓના સેનાપતિ છે તેમનાં માતા છે.તેમનું નામ સ્કંદ હોવાથી તેઓ સ્કંદમાતા કહેવાયાં છે. ભગવાન કાર્તિકેયને જ ભગવાન સ્કંદ કહેવાય છે. મા સ્કન્દમાતાના વિગ્રહમાં ભગવાન કાર્તિકસ્વામી બાળરૂપે તેમના ખોળામાં બેઠેલા છે. તેઓ મોટે ભાગે પહાડો ઉપર જ રહે છે. તેમને ચાર હાથ છે. તેઓને કમળનું આસન ખૂબ પ્રિય છે. હરહંમેશ કમળ ઉપર તેઓ બેસતાં હોવાથી તેમની ચોતરફ કમળની ભીની ભીની સુગંધ પ્રગટે છે. તેમના દેહના પ્રત્યેક અંગમાંથી કમળ સુવાસ પ્રગટ થયા જ કરે છે. તેઓ કમળ ઉપર જ રહેતાં હોવાથી તેમને ઘણા સાધક, ઉપાસક દેવી પદ્માસના પણ કહે છે. શાસ્ત્રોમાં તેમનું પુષ્કળ મહત્ત્વ નિહિત છે. તેમના ઉપાસક તથા સાધકની તમામ મનોકામના તેમના દિવ્ય આશીર્વાદથી પૂર્ણ થઇ જાય છે. રાજા ભોજના પ્રિય કવિ કાલિદાસે રઘુવંશમ્ તથા મેઘદૂતની રચના દેવી સ્કંદમાતાની પ્રેરણાથી જ કરે છે. મા સ્કંદમાતાની કૃપા જે સાધક ઉપર ઊતરે છે તે સાધકનું કલ્યાણ, કલ્યાણ ને કલ્યાણ જ થાય છે.

સ્કંદમાતા બહુ દયાળુ છે. તેઓ તેમના સાધક, ઉપાસકની થોડીક પૂજાને પણ અનંત પૂજા માની સાધકનું હરહંમેશ કલ્યાણ કર્યા કરે છે. તેઓ સાધક, ઉપાસક ઉપર કોઇ પણ જાતનું કષ્ટ આવવા દેતાં નથી.

આ પણ વાંચો

નવરાત્રીમાં દરેક દિવસનું મહત્વ : જાણો ચોથા નોરતા નું મહત્વ

તમને કદાચ ગમશે

Loading...