હવે થી મોલ અને મલ્ટીપ્લેક્સ ની પાર્કિંગ ની લૂંટ નહિ ચાલે : જાણો ન્યૂઝ

47
Loading...

Parking મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકોની કોર્ટે કાઢી ઝાટકણી

ગુજરાત હાઈકોર્ટે આજે મૉલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકોની ઝાટકણી કાઢતા કહ્યું કે, મોલ અને મલ્ટીપ્લેક્સના

સંચાલકોને પાર્કિંગ ચાર્જ વસુલવાની કોઈ સત્તા જ નથી. ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર મહિનામાં હાઈકોર્ટે મૉલ અને

મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપતા કામચલાઉ રાહત આપી હતી.

પહેલા અપાયો હતો આ આદેશ

એ સમયે હાઈકોર્ટે પ્રથમ એક કલાક માટે પાર્કિંગ ફ્રી રાખવા અને ત્યારબાદ ચાર્જ વસુલ કરવા કહ્યું હતું. એક કલાક બાદ

ટુ-વ્હીલર માટે રૂ. 20 અને ફોર વ્હીલર માટે રૂ. 30 પાર્કિંગ ચાર્જ વસુલવા કહેવાયું હતું.

સિંગલ જજના ચૂકાદા સામે કરી હતી અપીલ

પરંતુ હાઈકોર્ટના સિંગલ જજના હુકમને ચુકાદા સામે મૉલ અને મલ્ટીપ્લેક્સોના સંચાલકોએ ડિવિઝન બેંસ સમક્ષ

પડકાર્યો હતો. સંચાલકોનું કહેવું હતું કે, તેમની રજૂઆત સાંભળ્યા વિના જ પ્રથમ કલાક ફ્રી રાખવાનો આદેશ આપી

દેવાયો છે, જેથી આ આદેશને રદ કરવામાં આવે. જે અરજી પર આજે હાઈકોર્ટે અંતિમ ચુકાદો આપ્યો હતો. જેમાં મૉલ

અને મલ્ટિપ્લેક્સોના સંચાલકોને ઝાટકતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, પાર્કિંગ ચાર્જ વસુલવાની સંચાલકોને કોઈ સત્તા જ નથી

અને ટકોર કરી હતી કે, મૉલ બંધ કરાવવા અંગે કોર્ટે હુકમ કરવો પડે તે પહેલા મૉલ માલિકો સમજી જાય.

nick jonas આવી પહોંચ્યો ભારત, priyanka સાથે પીએમ મોદીને પાઠવશે લગ્નનું નિમંત્રણ…!

તમને કદાચ ગમશે

Loading...