હદ થઇ ગઇ હવે તો…પેટ્રોલ કરતા ડિઝલ થયું મોંઘુ

66
Loading...

મોદી સરકારના રાજમાં ઇતિહાસ રચાયોઃ ઘડિયાલના કાંટા ઉંધા ફર્યાઃ અમદાવાદ, ભરૂચ, સુરત, જામનગર, અંબાજી, વડોદરામાં પેટ્રોલ સસ્તુ તો ડીઝલ મોંઘુઃ

મોંઘુ ડીઝલ મોંઘવારી કનિદૈ લાકિઅ ભડકાવશે નવી દિલ્હી તા. રપ :.. મોઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતાને પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવના કારણે વધુ ભાર સહન કનિદૈ લાકિઅ કરવો પડે છે. અકિલા એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલના દ્યટના વધતા ભાવના કારણે હવે પેટ્રોલને પાછળ પાડીને ડીઝલ આગળ નીકળી ગયું છે. પેટ્રોલ કરતા ડીઝલ કનિદૈ લાકિઅ મોંઘું વેચાઇ રહ્યું છે. વધતા જતા ડીઝલના ભાવના કારણે સામાન્ય જનતાને વધારે અકીલા માર સહન કરવો પડશે. કારણકે જીવન જરુરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન કનિદૈ લાકિઅ પાછળ ડીઝલ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ખેડૂતોને પણ ડીઝલનો વધતો ભાવ દઝાડી રહ્યો છે. જોકે, પેટ્રોલ અને ડીઝલના આજના ગુરુવારના ભાવની કનિદૈ લાકિઅ વાત કરીએ તો આજે અંશતઃ ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં પણ પેટ્રોલ કરતા ડીઝલ મોંદ્યુ વેચાઇ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના પ્રાપ્ત કિંમત પ્રમાણે કનિદૈ લાકિઅ અમદાવાદમાં આજે ગુરુવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭૮.૧૬ રૂપિયા પ્રતિ લિટર છે જયારે ડીઝલનો ભાવ રૂ.૭૮.૨૨ પ્રતિ લિટર છે. આમ બંને ઇંધણના ભાવની કનિદૈ લાકિઅ તુલના કરીએ તો પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ ૬ પૈસા મોંધો છે. સામાન્ય રીતે હંમેશા પેટ્રોલ કરતા ડીઝલનો ભવા ઓછો જ રહેતો હોય છે. પરંતુ અમદાવાદમાં કનિદૈ લાકિઅ ડીઝલના ભાવે ઇતિહાસ સર્જી દીધો એવું કહેવું અતિસયોકિત ના કહેવાય. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મોટાભાગે ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં ડીઝલનો વધારે ઉપયોગ થાય છે. અત્યારે ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો થાય અને જેની સીધી અસર જે તે વસ્તુઓની હેરાફેરી ઉપર પડે છે. આમ આ બધાનો બોજો છેલ્લે તો ગ્રાહકો ઉપર એટલે કે સામાન્ય જનતા ઉપર જ પડે છે.

આ ઉપરાંત મોટાભાગના ખેડૂતો હવે ડીઝલ એન્જીનનો ઉપયોગ કરીને કેનાલ કે કૂવામાંથી સિંચાઇ કરી રહ્યા છે. અને આ એન્જીન પણ ડીઝલ ઉપર આધારીત છે. એટલે ખેડૂતોને પણ ડીઝલના વધતા ભાવનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સામાન્ય જનતાને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ડીઝલના ભાવ અસર કરે છે. આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવની સાથે ડીઝલની કિંમતોમાં વધારો સતત ચાલુ રહેશે તો થોડા સમયમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધી જશે. અત્યારે તો જો કે મોટા ભાગના રાજયોમાં પેટ્રોલ કરતા ડીઝલ પર ટેક્ષ ઓછો છે. પણ આંતર રાષ્ટ્રીય બજારમાં ડીઝલની કિંમતોમાં વધારાથી પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં અંતર ઝડપથી ઘટી રહ્યું છે.

આ પણ વાંચો

પાણીપૂરીનું તીખું-તમતમતુ પાણી જોખમી : પાણીપૂરીની 125 લારી-દુકાનોમાં તપાસ

ઇન્ડીયન ઓઇલના આંકડા અનુસાર, ડીલરના ભાવે (કોઇ ટેક્ષ કે ડીલરના કમીશન વગર) ડીઝલની કિંમત પેટ્રોલની સરખામણીમાં પાંચ રૂપિયા છ પૈસા વધારે છે. પણ પેટ્રોલના મુકાબલે ડીઝલ પર ટેક્ષ અને ડીલરનું કમીશન ૧૧ રૂપિયા પ૮ પૈસા ઓછું છે. આના લીધે બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૬ રૂપિયા પર પૈસાનો ફરક છે. આંતર રાષ્ટ્રીય બજારમાં ડીઝલની કિંમત વધશે તો આ તફાવત ઓછો થઇ જશે. પેટ્રોલ-ડીઝલનો ભાવ નકકી કરવા માટેના ત્રણ માપદંડ જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ રોજે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. આ ભાવ ત્રણ વસ્તુના આધારે નકકી કરાય છે.

પહેલું આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ, બીજુ ક્રુડની આયાત વખતે ડોલર સામે રૂપિયાની કિંમત અને ત્રીજુ આંતર રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ. ઇન્ડીયન ઓઇલના એક ઉચ્ચ અધિકારીએ કહયું કે આંતર રાષ્ટ્રીય બજારમાં ડીઝલના ભાવ પેટ્રોલ કરતા વધારે છે. એટલા માટે ડીલરના ભાવના ડીઝલની કિંમત પાંચ રૂપિયા વધારે છે. (પ-૧૪)

ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ 

અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર  રૂ.૭૮.૧૬, ડીઝલ રૂ.૭૮.૨૨
ભરૂચમાં પેટ્રોલ પ્રતિ લીટર  રૂ.૭૮.૬૩, ડીઝલ રૂ.૭૮.૦૬
સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૮.૧૧, ડીઝલ રૂ.૭૮.૨૦
જામનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૭૮.૦૬, ડીઝલ રૂ. ૭૮.૧ર
અંબાજીમા પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૮. ૭૩, ડીઝલ રૂ. ૭૮.૭૪
વડોદરામા પેટ્રોલ પ્રતિ લીટ રૂ.૭૭.૯૨, ડીઝલ રૂ.૭૮.૦

તમને કદાચ ગમશે

Loading...