પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયા થઈ શકે છે : જાણો કારણ

64
Loading...
દેશમાં નજીકના ભવિષ્યમાં એક લીટર Petrol ની કિંમત 100 રૂપિયા પર પહોંચે તો નવાઈ નહી હોય. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે છે.ક્રુડ ઉત્પાદક દેશો દ્વારા સપ્લાયમાં થયેલા ઘટાડાના કારણે હાલમાં ઓઈલ પ્રતિ બેરલ 81.39 ડોલરના ભાવે છે.
કેટલાક નિષ્ણાતો ઓઈલનો ભાવ પ્રતિ બેરલ વધી 100 ડોલર પર પહોંચે તેવી શક્યતા છે.આ સંજોગોમાં દેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પર પહોંચે તેવી શક્યતા છે.
દેશમાં હાલમાં કેટલાક શહેરોમાં તો પેટ્રોલ પ્રતિ લિટર 90 રૂપિયા સુધી પહોંચવા જ આવ્યુ છે. જોકે 100 રૂપિયે પેટ્રોલ વેચવા કરતા સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ભાવ અંકુશમાં રાખી શકે છે.
ઓઈલ ઉત્પાદક સાઉદી અરેબિયા અને રશિયા ઓઈલનુ ઉત્પાદન વધારવા માટે તૈયાર નથી.કારણકે બજારમાં વધારાના તેલની જરુર નથી.આવુ નિવેદન આપ્યા બાદ પ્રતિ બેરલ ઓઈલના ભાવમાં 2 ડોલરનો વધારો થયો હતો.
બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે ડિસેમ્બર સુધીમાં ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 90 ડોલર થઈ શખે છે.જ્યારે 2019ની શરૂઆતમાં ભાવ 100 ડોલર સુધી જઈ શકે છે.બીજી તરફ રુપિયો પણ નબળો પડ્યો છે તેવા સંજોગોમાં ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં હજી પણ વધારે આગ લાગી શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે શરુ થયેલા ટ્રેડ વોરના કારણે રુપિયો હજી પણ ગગડી શકે છે.
આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 13 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.

તમને કદાચ ગમશે

Loading...