ફિલિપાઈન્સમાં માંગખૂટ વાવાઝોડાને પગલે તબાહી : જુવો વીડિયો

Philippines મોડી રાત્રે પ્રતિ કલાક આશરે ૨૬૦ કિ.મી. સાથે થયેલા ભારે વરસાદ પછી હજારો ઘર ધરાશાયી, પર્વતીય    વિસ્તારોમાં ઠેર ઠેર ભૂસ્ખલન 

  • દક્ષિણ ચીનમાં રેડ એલર્ટ જાહેર, ૨.૪૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા, રાતોરાત ૩,૭૭૭ રાહત છાવણીઓ ઊભી કરાઈ
  •  ઈતિહાસમાં પહેલીવાર કેસિનો સિટી મકાઉ સહિત ૬૩૨ પ્રવાસન સ્થળ અને ૨૯ હજાર બાંધકામ સાઈટ બંધ કરાવાઈ, ૪૦૦ ફ્લાઈટ રદ, રેલવે સેવા બંધ
  • ચીને રાહત છાવણીઓમાં ખોરાક-પાણીનો પુરવઠો પૂરો પાડવા હોલસેલરો પાસે મોટા પાયે ખરીદી કરી, હોંગકોંગમાં પણ ઈમર્જન્સી જાહેર 

Philippines ની ઉત્તરે ભારે વરસાદ સાથે માંગખૂટ વાવાઝોડું ત્રાટકતા આજે વધુ ૬૪ના મોત અને ૪૫ લાપતા થયાનું નોંધાયું હતું. આ વાવાઝોડાને પગલે દરિયામાં ઊંચે સુધી મોજા ઉછળ્યા હતા, અનેક ઘરો-ઈમારતો ધરાશાયી થઈ હતી અને ઠેર ઠેર ભૂસ્ખલન, વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.

આ પ્રકારની ઘટનાઓના કારણે અનેક લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. પ્રતિ કલાક ૨૬૦ કિલોમીટરની ઝડપે ત્રાટકેલા માંગખૂટના કારણે ઠેર ઠેર તબાહીના દૃશ્યો સર્જાયા હતા.

ઉત્તર Philippines ના અનેક વિસ્તાર ધમરોળીને માંગખૂટ દક્ષિણ ચીનના ગુઆંગડોન્ગ પ્રાંત તરફ આગળ વધ્યું હતું. માંગખૂટની આક્રમકતાને ધ્યાનમાં રાખીને ચીનના નેશનલ મીટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટે દક્ષિણ ચીનમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આ દરમિયાન ચીને ગુઆંગડોંગમાંથી ૨.૪૫ લાખ લોકોેને સલામત સ્થળે ખસેડયા હતા. એટલું જ નહીં, ગુઆંગઝાઉ, શેન્ઝેન અને ઝુહાઈમાં આશરે ૪૦૦ ફ્લાઈટ પણ રદ્ કરી હતી. માછીમારી કરવા નીકળેલી આશરે ૫૦ હજાર બોટ પણ પાછી બોલાવી લીધી હતી.

કેસિનો સિટી ગણાતા મકાઉમાં પહેલીવાર તમામ કેસિનો બંધ રખાયા હતા. દક્ષિણ ચીનની કુલ ૨૯ હજાર બાંધકામ સાઈટ તાત્કાલિક બંધ કરાવાઈ હતી, જ્યારે ૬૩૨ પ્રવાસન સ્થળોને સંપૂર્ણપણે બંધ કરી દેવાયા હતા. આ ઉપરાંત ગુઆંગડોંગ અને હૈનાન પ્રાંત વચ્ચેની રેલવે સેવા પણ સલામતીના કારણસર બંધ કરાઈ હતી.

Philippines

ગુઆંગડોંગ સિવિલ અફેર્સ વિભાગે રાતોરાત ૩,૭૭૭ રાહત છાવણી ઊભી કરી હતી, જેમાં હાલ લાખો લોકો આશરો લઈ રહ્યા છે. સ્થાનિક તંત્રે લોકોને ખોરાક અને પાણીનો પુરવઠો સસ્તા ભાવે મળી રહે એ માટે ૨૫૬ હોલસેલરો પાસે મોટા પાયે ખરીદી કરી હતી.

હોંગકોંગ ઓબ્ઝર્વેટરીએ લોકોનો વિક્ટોરિયા હાર્બર લેન્ડમાર્કથી પણ દૂર રહેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે, આગામી દસ કલાકમાં ગમે ત્યારે માંગખૂટ આક્રમકતાથી ત્રાટકી શકે છે. અહીં રહેણાક વિસ્તાર તરફ ઘૂસી જતા દરિયાના પાણીને ધીમું પાડવા સેન્ડ બેગ પણ ગોઠવવામાં આવી હતી.

હોંગકોંગમાં કેટલાક લોકોએ ભયાવહ્ વાવાઝોડાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે સખત વાવાઝોડાને પગલે જૂની ઈમારતોનો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડતો હતો. અનેક સ્થળે બાંધકામ ચાલી રહ્યું હતું, જે સખત પવનના કારણે તૂટી પડયું હતું. હોંગકોંગ અને ચીનના સ્થાનિક તંત્રે બચાવ કાર્ય માટે જુદી જુદી ટુકડીઓને ખડેપગે રાખી હતી.

બીજી તરફ, માંગખૂટના કારણે Philippines માં ઠેર ઠેર ભૂસ્ખલન થવાના કારણે મોડી રાત્રિ સુધી અનેક લોકો દબાઈ ગયા હોવાના અહેવાલ હતા. ફિલિપાઈન્સ સરકારે યુદ્ધના ધોરણે ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ફિલિપાઈન્સમાં મોટા ભાગના લોકોના મોત ઘરો ધરાશયી થવાથી અને ભૂસ્ખલનમાં દટાઈ જવાના કારણે થયા હતા.

તમને કદાચ ગમશે