આ ફાયદા વાંચીને તો લાગે છે કે ટ્રેન જ સારી પડે : જાણો કેવી રીતે?

53
Loading...

Plain ફ્લાઈટ થઈ રહી છે મોંઘી

પેટ્રોલના ભાવ વધતા ભારતીય એરલાઈન્સ અત્યારે જે કટોકટીનો સામનો કરી રહી છે તેનો સૌથી વધુ ફાયદો ભારતીય

રેલને મળે તેવુ લાગી રહ્યું છે. ગઈકાલે IndiGo એરલાઈન્સની વેબ ચેક-ઈન પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવા માટે ખાસ્સી

ઝાટકણી થઈ હતી. ત્યારે જ રેલવેએ ટ્વીટ કરીને લખ્યું હતું- “ટ્રેન મળી શકતી હોય તો પછી વેબ-ચેકઈન માટે પ્રિમિયમ

શા માટે ભરવુ?” એક અઠવાડિયામાં બીજી વાર રેલવેએ યાત્રીઓને ફ્લાઈટના બદલે ટ્રેનથી સફર કરવા માટે

આકર્ષવાની કોશિશ કરી છે.

રેલવેએ ગણાવ્યા ફાયદા


રેલવે મિનિસ્ટ્રીના ફેસબુક પેજ પર પણ આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. રેલવે મંત્રાલયના ટ્વીટ અને ફેસબુકમાં લખ્યું

હતુ, “તમારે વેબ ચેક-ઈન માટે કોઈ એક્સ્ટ્રા રૂપિયા નહિ આપવા પડે. લગેજ માટે લાંબી લાઈનમાં પણ ઊભા નહિ

રહેવું પડે. કોઈ ખોટા ભાડા નહિ આપવા પડે અને તમે જૂની જાણીતી ઈન્ડિયન રેલવેમાં ટ્રાવેલ કરીને પર્યાવરણમાં

પ્રદૂષણ પણ ઓછુ કરી શકો છો.”

ઈન્ડિગોની ટીકા થઈઃ

ડોમેસ્ટિક માર્કેટમાં 43 ટકા હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ સોમવારે વેબ ચેક-ઈન માટે એક્સ્ટ્રા ચાર્જની ઘોષણા કરી હતી

અને પછી હોબાળો થતા આ નિર્ણયમાં ફેરફાર કર્યો હતો. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈન્ડિગો, જેટ એરવેઝ અને

સ્પાઈસ જેટની ઓપરેશનલ કોસ્ટ ઊંચી ગઈ છે આથી વધતા ખર્ચને પહોંચી વળવા તે રેવન્યુ વધારવાના જુદા જુદા રસ્તા શોધી રહી છે.

રેલવેએ ઊઠાવ્યો ફાયદોઃ

દિલ્હી એરપોર્ટ પર 15 નવેમ્બરથી રનવે બંધ હોવાને કારણે રેલવેએ મુંબઈ-દિલ્હી વચ્ચે એક્સ્ટ્રા ટ્રેન શરૂ કરવી પડી

હતી. દિલ્હી-મુંબઈ વચ્ચે ફ્લાઈટની કિંમત 86 ટકા વધી ગઈ હતી. જ્યારે જ્યારે એરલાઈન્સ આવી કફોડી પરિસ્થિતિમાં

મૂકાય ત્યારે રેલવે તેનો મહત્તમ ફાયદો ઊઠાવવાની કોશિશ કરે છે.

ફ્લેક્સી ફેર ઘટાડ્યા

ઉલ્લેખનીય છે કે રેલવેએ 2016માં ફ્લેક્સી ફેરની જાહેરાત કરી ત્યારે એર ઈન્ડિયાએ પોસ્ટર છપાવ્યા હતા કે એર

ઈન્ડિયાની ફ્લાઈટ રાજધાનીના ફ્લેક્સી ફેર કરતા સસ્તી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રેલવેએ 15 પ્રિમિયમ ટ્રેનના

ફ્લેક્સી ફેરમાં ઘટાડો કર્યો છે. આ ટ્રેન 50 ટકા ખાલી જ જચી હોય છે.

nick jonas આવી પહોંચ્યો ભારત, priyanka સાથે પીએમ મોદીને પાઠવશે લગ્નનું નિમંત્રણ…!

તમને કદાચ ગમશે

Loading...