ડોનેશન અટકતાં જગન્નાથ મંદિરના પૂજારીએ મોત માગ્યું!

36
statue-of-unity
Loading...

પૂજારી પૂજાપંડાએ ચીફ જસ્ટિસને પત્ર લખી કહ્યું, અમારું દાન અટકતાં જીવવું મુશ્કેલ, ઇચ્છા મૃત્યુની મંજૂરી આપો

સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના એક પૂજારીએ દેશના ચીફ જસ્ટિસને પોતાના જીવનનો અંત લાવવાની મંજૂરી માગતી અરજી કરતાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમે ચાકરીના વારસાઇ અધિકારો ખત્મ કરી દેવાની સલાહ આપતાં અને ભાવિકોને ચઢાવા (ભેટ) આપવા દબાણ નહિ કરવાનો આદેશ કર્યાના ચાર મહિના બાદ પૂજારી નરસિંઘા પુજાપંડાએ આ પત્ર લખ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ એ છે કે તમામ શ્રદ્ધાળુઓ કોઇ પણ વાંધાવિરોધ વગર મંદિરમાં દર્શન કરી શકે અને તેમના દ્વારા આપવામાં આવેલી ભેટનો દુરુપયોગ ન થાય.

પૂજારીએ કહ્યું છે કે મંદિરની અંદર મળતી ભેટ અને દાન જ તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત હતો. તેમણે કહ્યું છે કે ‘અમારું ગુજરાન તેમાંથી જ ચાલતું હતું અને એ હજારો વર્ષોથી ચાલી આવી રહ્યું હતું. કોર્ટ અને સરકાર અમારા આવકના એકમાત્ર સ્ત્રોતને અટકાવી દેવાનો પ્રયાસ કરી રહી છે. આવક વગર અમારું ગુજરાન કેવી રીતે ચલાવીશું?’

પોતાની પિટીશનમાં પૂજારીએ કહ્યું છે કે ‘હવે સુપ્રીમે મંદિરના ચાકરોને ભક્તો પાસેથી ડોનેશન સ્વીકારવાથી દૂર કરવાનું કહ્યું છે તેથી હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. મેં ઇચ્છા મૃત્યુ માટે ઓડિશા સરકારની મંજૂરી માગી હતી. પરંતુ તે નકારી દેવાઇ હતી. ભૂખથી મરવા સુધી રાહ જોવાને બદલે વહેલા મરી જવું સારું.’

સુપ્રીમે જુલાઇમાં મંદિરમાં સુધારા માટે ૧૨ દરખાસ્તો ઘડી કાઢી છે. જેમાં તેણે કહ્યું છે કે પૂજારીઓએ ભાવિકો આપેલી ભેટ પર કોઇ અધિકારનો દાવો ન કરી શકે અને તમામ ભેટ મંદિરના ‘હુંડી’માં જવી જોઇએ. અન્ય દરખાસ્તોમાં ભાવિકો માટે પ્રવેશ માટે બેરિકેડેડ લાઇનની સિસ્ટમ, પૂજારીઓના ડોનેશનનો અંત અને મંદિર મેનેજમેન્ટમાં પારદર્શિતા લાવવાનો સમાવેશ થતો હતો.

સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૨માંથી નવ દરખાસ્તો અંગે સંમતિ સધાઇ હતી, પરંતુ બાકીની ત્રણ પર સંમતિ નહોતી. ઉલ્લેખનીય છે કે પૂજા પંડાએ આ વર્ષે માર્ચમાં મંદિરના ‘રત્ન ભંડાર’માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓના પ્રવેશના વિરોધમાં પોતાની જાતને સળગાવી દેવાની ધમકી આપી હતી. એએસઆઇએ રત્ન ભંડારની સ્થિતિની સમીક્ષા માટે ઓડિશા હાઇકોર્ટની મંજૂરી માગી હતી.

આ ભંડારમાં સોના અને ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને ભાઇ બલરામની કિંમતી વસ્તુઓ રાખવામાં આવી છે. સુપ્રીમના ચુકાદા બાદ મંદિરના પૂજારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું હતું કેમકે પૂજારીઓ તેમના પરંપરાગત અધિકાર છોડવા તૈયાર નથી.

સુપ્રીમના આદેશ પર પગલું ભરતાં મંદિરના વહીવટીતંત્રે પહેલી ઓક્ટોબરથી પ્રાયોગિક ધોરણે એક સિસ્ટમ શરૂ કરી હતી, જેમાં ભાવિકોએ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી એક લાઇનમાં ઊભા રહેવું પડે છે અને બેરિકેડેડ રસ્તાઓથી મંદિરની અંદર આ‌વવાનું હોય છે.

આ પણ વાંચો : માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડની લોન!, PM મોદી કાલથી શરૂ કરશે યોજના

તમને કદાચ ગમશે

Loading...