દોઢ વર્ષમાં બની જશે કેવડિયાનું રેલવે સ્ટેશન,જાણો વધુ માહિતી

56
Loading...

Railway રાષ્ટ્રપતિએ કર્યો શિલાન્યાસ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના મહેમાન બન્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે કેવડિયા કોલોની પહોંચેલા રાષ્ટ્રપતિએ કેવડિયામાં બનનારા અને દેશના સૌપ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ સ્થળ માત્ર ભારત નહીં, પરંતુ દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ગાંધીજી અને સરદારને ગુજરાતની દેશને સૌથી મોટી ભેટ ગણાવતા રાષ્ટ્રપતિએ સરદારને દેશના સાચા સ્થપતિ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, જે પીએમ મોદી અને સીએમ રુપાણીના વિઝનને આભારી છે.

કેવડિયા રેલવે સ્ટેશનના શિલાન્યાસના પ્રસંગે બોલતા રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે હાલ બાય રોડ વડોદરાથી કેવડિયા કોલોની આવવામાં દોઢેક કલાક જેટલો સમય લાગે છે.

જોકે, હવે રેલવે મંત્રાલય એક નવી રેલવે લાઈન નાખી રહ્યું છે, જે આખા દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડશે, અને તેના દ્વારા માત્ર એક કલાકમાં વડોદરાથી કેવડિયા પહોંચી જવાશે.

ગોયલે જણાવ્યું હતું કે, કેવડિયામાં અતિઆધુનિક રેલવે સ્ટેશનનુ કામકાજ ઝડપથી પૂરું કરાશે, અન દોઢ વર્ષમાં જ વડોદરાને કનેક્ટેડ રેલવે લાઈન નખાઈ જાય, અને સ્ટેશન પણ તૈયાર થઈ જાય તેવો પ્રયાસ કરાશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...