અમદાવાદમાં મેઘરાજાની રિ-એન્ટ્રી : જાણો શુ છે આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધા બાદ Ahmedabad માં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઇને બેઠા છે.

આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયેલુ હતું, તેમજ બફારાથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. વરસાદે પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદના પગલે લોકોને બફારાથી રાહત મળી હતી. જ્યારે ખેડૂતો માટે અમૃત સમાન બન્યો હતો.

Ahmedabad

અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને દેશભરના યાત્રીકો અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા છે. ત્યારે અંબાજીમા વરસાદના અમી છોટણા થયા હતા. ભારે વરસાદી ઝાપટાથી યાત્રિકોમાં દોડધામ થઇ હતી. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી સ્થાનિકો અને યાત્રીકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા લોકોને ઠંડકનો એહસાસ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીને કારણે લોકો ત્રસ્ત હતા અને પરસેવા તથા બાફ-બફારાથી પરેશાન હતા ત્યારે સવારથી જ જીલ્લાનું વાતાવરણ વરસાદી વાદળાને કારણે બદલાઇ ગયુ હતું અને થોડા સમય બાદ વરસાદ પડવા લાગ્યા હતો.

મોડાસામાં પણ વરસાદી ઝાપટાને કારણે લોકો ખુશખુશાલ જણાતા હતા. ખેડૂતોમાં પણ વરસાદને કારણે હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી.

પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી : જાણો વધુ

તમને કદાચ ગમશે