રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે

40
Loading...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૫/૧૧/૨૦૧૮ના ધનતેરસના પાવન પર્વ પ્રસંગે સાંજના ૦૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.જેનું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે થશે.

રંગબેરંગી આકાશી રંગોળીની આતશબાજી માણવા શહેરીજનોને નિમંત્રણ પાઠવતા પદાધિકારીઓ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શુબ દીપાવલિ પર્વ પ્રસંગે આતશબાજીનું આયોજન કરેલ છે.

તે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ તા.૦૫/૧૧/૨૦૧૮ના રોજ ધનતેરસના પાવન પર્વ પ્રસંગે સાંજના ૦૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. જેનું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ઇન્ડિયન ઇન્સ્ટી. ઓફ આયુર્વેદા ચેરમેન મેહુલભાઈ રૂપાણી, જીનિયસ સ્કૂલ ચેરમેન ડી. વી. મહેતા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ અજયભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.
અંતમાં, પદાધિકારીઓએ ધનતેરસના શુભદિને યોજાનાર આ ભવ્ય આતશબાજી માણવા શહેરીજનોને નિમંત્રણ પાઠવેલ છે.

આ પણ વાંચો : દિવાળી પર્વની શરૂઆતઃ શાળાઓ, હીરા ઉદ્યોગ, કારખાનાઓમાં વેકેશન

તમને કદાચ ગમશે

Loading...