Ram Mandir અને Babri Masjid ના વિવાદનો ઉકેલ આવે તેવી આશા

29
Ram mandir and Babri Masjid
Loading...

Ram Mandir  અને Babri Masjid જમીન વિવાદ પર હવે ફાઈનલ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે,

દેશમાં Ram Mandir નાં નિર્માણ પર વર્ષોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર મહત્વની સુનાવણી શરૂ થવા જઈ રહી છે.

જેના પર સમગ્ર દેશની નજર છે.

સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થઈ રહેલી સુનાવણી વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વહેંચવાવળા ૨૦૧૦ના ઈલહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ થયેલી અપીલ પર થઈ રહી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના અધ્યક્ષ સ્થાને રહેલી બેન્ચમાં સોમવારે ૧૧.૩૦ વાગ્યે અયોધ્યા રામ મંદિર – Babri Masjid જમીન વિવાદ મામલે સુનાવણી થશે.

હવે કેન્દ્ર સરકાર રાજ્યસભમાં પણ બહુમતી તરફ આગળ વધી રહી છે

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચની આ મામલા પણ સુનાવણી કરશે.

Ram mandir

વરિષ્ઠ વકીલ જફરયાબ જિલાનીના જણાવ્યા અનુસાર, આજે સુપ્રીમ કોર્ટ એ નક્કી થશે કે અયોધ્યા કેસની સુનાવણી કરનારી બેઠકમાં કોણ-કોણ હશે તે નક્કી થશે.

આ ઉપરાંત આ સુનાવણી થશે તો ક્યારે થશે તે પણ આજે નક્કી થઈ શકશે.

ગત ૨૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આ મામલામાં નિર્ણય આપતા જણાવ્યું હતું કે, અયોધ્યા મામલો બંધારણીય બેન્ચ પાસે ન મોકલી શકાય.

જેના પછી હવે આ જમીન કોની છે તે માટે ટૂંક સમયમાં સુનાવણી શરૂ થશે.

આ અગાઉ આ કેસમાં એક મર્યાદિત સવાલને બંધારણીય બેન્ચ પાસે મોકલવો કે નહીં તેના પર નિર્ણય આવ્યો હતો.

વાસ્તવમાં, મુસ્લિમ પક્ષકારો તરફથી દલીલ હતી કે ૧૯૯૪માં ઈસ્માઈલ ફારૂકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે

મસ્જિદમાં નમાઝ અદા કરવી એ ઈસ્લામનો અભિન્ન હિસ્સો નથી.

Babri Masjid

એવામાં આ નિર્ણય અંગે ફરીવાર પરીક્ષણની આવશ્યકતા છે.

આ જ કારણસર પ્રથમ મામલાને બંધારણીય બેન્ચ સમક્ષ ન મોકલવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ મામલો બંધારણીય બેન્ચને રેફર કરવામાં નહીં આવે.

રામ મંદીર વિવાદને શાંતિથી મિટિંગ કરીને નિરાકરણ માટે શ્રી રવિશંકર અયોધ્યા જશે.

આ પણ વાંચો : 29,ઓક્ટોમ્બર 2018 : AAJ KA RASHIFAL (આજનું રાશિફળ) : RASHIFAL IN GUJARATI

ram-mandir-babri-masjid-land-title-suite-case-hearing-in-supreme-court

તમને કદાચ ગમશે

Loading...