SIMMBA નું એકશન ટીઝર થોડા મેકિંગ સીન સાથે રિલીઝ કરવામાં આવ્યું : જુઓ વધુ

44
Loading...

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ, જે તેમના મજબૂત અભિનય માટે જાણીતા છે, હવે નવા દેખાવમાં જોવા મળશે. રણવીર સિંહ ના નવા લૂક સાથે અપકમિંગ મૂવી SIMMBA નું એકશન ટીઝર થોડા મેકિંગ સીન સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માં રણવીર સિંહ ધાંસુ એકશન કરતા જોવા મળે છે. રણવીરનું પાત્ર પોલીસ અધિકારી નું હશે, જેમાં તે એકશન સાથે તે મૂછો ને તાવ દેતા પણ જોવા મળશે. એટલું જ નહીં, તે એકશન વિડિઓમાં આશ્ચર્યજનક વાત એ છે કે SIMMBA ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી પણ એકશન કરતા જોવા મળે છે. રોહિત ફિલ્મોમાં તેમની એકશન માટે જાણીતા છે અને તેમને ટીઝરમાં પણ તેની એક ઝલક મળી.

SIMMBAના ના મેકિંગ વિડિઓની રજૂઆત થતા થોડા જ કલાકોમાં વિડિઓ વાયરલ બની ગઈ. તેને હંગામા એ યુટ્યૂબ એકાઉન્ટ માં અપલોડ કર્યો છે. કરણ જોહરે પણ આ ટીઝરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે. સૈફ અલી ખાનની પુત્રી, સારા અલી ખાન SIMMBA ફિલ્મમાં રણવીર સિંહ સાથે સહ અભિનેત્રી હશે. અગાઉ, આ ફિલ્મથી સંબંધિત ઘણી વિડિઓઝ અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ બની ગયા છે.

ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થઇ ચુક્યો છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં, રણવીર સિંહ પોલીસ અધિકારી સંગ્રામ ભલેરોની ભૂમિકા ભજવશે. SIMMBA ના પ્રથમ પોસ્ટરમાં, રણવીર સિંહનો મસ્તમૌલા અંદાઝ દેખાઈ રહ્યો છે. તેમના દેખાવ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ’ની યાદ અપાવે છે. રોહિત શેટ્ટી અને કરણ જોહર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે. આ ફિલ્મ 28 ડિસેમ્બરના રોજ નવા વર્ષે રજૂ થશે, SIMMBA દક્ષિણ ભારતીય મૂવી ‘ટેમ્પર’નું રિમેક હશે.

આ પણ વાંચો : આ 5 રાશિ ની છોકરીઓ હોય છે ઘણી ROMANTIC , જાણો તમારી ગર્લફ્રેન્ડ ની રાશિ એમાં છે કે નહિ…!

તમને કદાચ ગમશે

Loading...