RBI એ કર્યો રેપો રેટ માં ઘટાડો, લોન ના EMI માં થશે ઘટાડો કઈ રીતે જાણો અહીં ..

72
Loading...

રિઝર્વ બેંકે ઘટાડ્યો રેપો રેટ

આ વર્ષની પહેલી મોનેટરી સમીક્ષામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટમાં કાપ મૂકી લોકોને રાહત આપી છે. તેને 25 બેસિસ પોઈન્ટ ઘટાડી 6.5%થી 6.25% કરી દેવાયો છે. તો, નવી મોનેટરી નીતિ અંતર્ગત રિવર્સ રેપો રેટ ઘટનીને 6 ટકા, જ્યારે બેંક રેટ 6.50 ટકા પર આવી ગયો છે. આ ઘટાડાથી લોકોને પણ ફાયદો થવાનો છે. રેપો રેટમાં ઘટાડા બાદ નવી લોન સસ્તી થશે, લોનની ટર્મ ઓછી થઈ શકે છે, જ્યારે કટેલીક અસર જમા રકમના વ્યાજ પર પણ પડશે. તેને વિસ્તારથી સમજીએ…

રેપો રેટ શું છે?

બેંકોએ પોતાના રોજબરોજના કામકાજ માટે સામાન્ય રીતે એવી મોટી રકમની જરૂર હોય છે, જેની મેચ્યુરિટી એક દિવસથી વધુ નથી હોતી.

તેના માટે બેંક જે વિકલ્પ અપનાવે છે, તેમાં સૌથી સામાન્ય છે કેન્દ્રિય બેંક (ભારતમાં રિઝર્વ બેંક)થી એક રાત માટે (ઓવરનાઈટ) લોન લેવાનો. આ લોન પર તેણે રિઝર્વ બેંકને જે વ્યાજ આપવું પડે છે, તેને જ રેપો રેટ કહેવાય છે.

રેપો રેટની પડે છે આ અસર

રેપો રેટ ઘટવાથી બેંકો માટે રિઝર્વ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને એટલે બેંકો વ્યાજદરોમાં ઘટાડો કરે છે, જેથી વધુમાં વધુ રકમ લોન તરીકે આપી શકાય. રેપો રેટમાં ઘટાડાનો સીધો અર્થ એ છે કે બેંકો માટે રિઝર્વ બેંક પાસેથી એક રાત માટે લેવાતી લોન સસ્તી થઈ જશે. સ્પષ્ટ છે કે, બેંકો બીજાને લોન આપવા માટે જે વ્યાજદર નક્કી કરે છે, તે પણ તેણે ઘટાડવું પડશે.

બદલાશે MCLR, ગ્રાહકોને ફાયદો

ગ્રાહકોને નીતિગત વ્યાજદરમાં ઘટાડાનો ફાયદો આપવા માટે બેંકોમાં લોન આપવાની બીપીએલઆરને બદલે એમસીએલઆર સિસ્ટમ લાગુ કરી છે. માર્જિનલ કોસ્ટ પર આધારિત લેન્ડિંગ રેટ એટલે કે એમસીએલઆર સિસ્ટમ 1 એપ્રિલ 2016થી લાગુ છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એમસીએલઆરની વકીલાત કરતા કહ્યું હતું કે, બેંક બેઝ રેટ અંતર્ગત ગ્રાહકોને નીતિગત વ્યાજદરમાં ઘટાડાનો લાભ એટલો નથી આપતી, જેટલો આપવો જોઈએ.

કેવી રીતે મળશે ફાયદો?

બેઝ રેટ અને બીપીએલઆર અંતર્ગત બેંક લોનની લઘુત્તમ દર નક્કી કરવા માટે પોત-પોતાની રીતનો ઉપયોગ કરતા હતા, પરંતુ એમસીએલઆર સિસ્ટમ અંતર્ગત બધી બેંકોને એક જ ફોર્મ્યુલાના આધાર પર લેન્ડિંગ રેટ નક્કી કરવાની હોય છે. એવામાં રેપો રેટમાં ઘટાડાને કારણે નવી લોન સસ્તી થઈ જશે. જોકે, પહેલા જ લોન લઈ ચૂકેલા લોકોના ઈએમઆઈ કે રિપેમેન્ડ પીરિયડમાં ઘટાડાની શક્યતા ઓછી હોય છે, પરંતુ રેટ કટનો ફાયદો તેમને ચોક્કસ મળે છે, જે બેંકમાંથી નવી લોન લેવાનું વિચારી રહ્યા છે. હવે તેમને ઓછા વ્યાજે લોન મળી શકશે.

તમે પણ લોન લઈ રાખી છે તો…

જો તમારી કોઈ બેંકમાં લોન ચાલી રહી છે, તો તમારી પાસે રેપો રેટમાં ઘટાડાનો ફાયદો ઉઠાવવા રસ્તા ખુલ્લા છે. તેના માટે તમે કોઈ બીજી બેંકમાં તમારી લોન ટ્રાન્સફર કરાવી શકો છો. જોકે, એવું કરતા પહેલા નવી બેંકના વ્યાજદર અને લોન ટ્રાન્સફર ફીની તપાસ કરી લો, કેમકે બની શકે કે લોન ટ્રાન્સફર ચાર્જ જ એટલો હોય કે જેનાથી તમારા રૂપિયા બચાવવાના પ્લાન પર પાણી ફરી જાય. તે ઉપરાંત તમે તમારી બેંકને સંશોધિત એમસીએલઆર મુજબ લોન રિપેમેન્ટની વ્યવસ્થા કરાવની માગ કરી શકો છો. એવું થયું તો તમારી લોનના પીરિયડ ઓછા થઈ શકે છે. આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને.. ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...