રિલાયન્સ ની થશે ઈ-કોમર્સ માર્કેટ માં એન્ટ્રી, એમેઝોન અને ફ્લિપકાર્ટ ને થશે આ અસર..

51
Loading...

એમેઝોન-ફ્લિપકાર્ટને ટક્કર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાના ઈ-કોમર્સ મોડલને સૌથી પહેલા ગુજરાતમાં અજમાવશે.

અંબાણી પ્રભાવશાળી રીતથી ઈ-કોમર્સ સેક્ટરમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે. રિલાયન્સનું નવું વેન્ચર એ રીતે જ એમેઝોન અને ફ્લિપકાર્ટને પડકાર આપી શકે છે.

જે રીતે ટેલિકોમ સેક્ટરમાં ઉતરતાં જ હરિફો માટે મુશ્કેલી વધારી હતી.

સૌથી પહેલા ગુજરાતમાં રજૂ થશે મોડેલ

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાના પ્લાન વિશે જણાવતા અંબાણીએ ખુલાસો કર્યો કે તેઓ ઈ કોમર્સ પ્લેટફોર્મને સૌથી પહેલા ગુજરાતમાં લોન્ચ કરશે.

તેમણે કહ્યું કે જિયો અને રિલાયન્સ રીટેઈલ માટે નવા ઈ-કોમર્સ પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં 12 લાખ દુકાનદારોને ફાયદો થશે.

અંબાણીએ કહ્યું કે જિયોનું નેટવર્ક 5G સેવાઓ માટે તૈયાર છે. આ કારણે તેની નેટવર્ક સેવા અને છુટક વ્યાપાર સાથે મળીને એક નવું પ્લેટફોર્મ તૈયાર કરશે.

જે છૂટક વ્યાપારીઓ, દુકાનદારો અને ગ્રાહકોને એકબીજા સાથે જોડશે. જોકે, તેમણે એ ન જણાવ્યું કે જિયો 5G સેવાઓ ક્યારે શરુ કરશે.

આવી હશે ઈ કોમર્સની રણનીતિ

અંબાણીનો રિટેઈલ પ્લાન, ઓનલાઈન અથવા ઓફલાઈન, 2019માં ઈન્ડિયા ઈંકની રણનીતિ માટે મહત્વનો રહેશે.

વિદેશી કંપનીઓ પર ફેબ્રુઆરી 2019થી લાગુ થતાં સખત ઈ-કોમર્સ નિયમોથી તેને વેગ મળશે. જિયો દ્વારા કંપની 25 કરોડથી વધારે લોકોને જોડી શકી છે.

અંબાણી હવે નફા માટે અને રોકાણ વધારવા માટે પ્લેટફોર્મ પર ઈ-કોમર્સની શરુઆત કરશે.

જેના દ્વારા તે ફેશનથી ફૂડ સુધી અને ઈલેક્ટ્રોનિક્સ જેવી ફાઈનાન્શિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવશે. જેમાં જાહેરાતના બિઝનેસનો પણ સમાવેશ થશે.

આવો છે ધમાકેદાર પ્લાન

મુકેશ અંબાણીનો પ્લાન 5 હજાર શહેરો અને વિસ્તારમાં ફેલાયેલા 5,100થી વધારે જિયો પોઈન્ટ સ્ટોરનો ઉપયોગ કરવાનો છે.

જેથી તે ઈન્ટરનેટ વગરના વિસ્તારોમાં રહેતાં લોકો સુધી પણ પહોંચી શકશે. જેમણે ક્યારેય ઓનલાઈન શોપિંગ નથી કર્યું.

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ શુક્રવારે ગુજરાતમાં આવતા દસ વર્ષમાં 3 લાખ કરોડ રુપિયાનું રોકાણ થશે તેવું જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે ઉર્જા, પેટ્રોરસાયણ તેમજ નવી ટેક્નિકથી સજ્જ બિઝનેસ સહિતની અનેક યોજનાઓમાં તેઓ રોકાણ કરશે.

‘ગુજરાત પહેલી પસંદ’

મુકેશ અંબાણીએ કહ્યું કે,’ગુજરાત રિલાયન્સની કર્મભૂમિ અને જન્મભૂમિ છે. ગુજરાત હંમેશાથી અમારી પહેલી પસંદ રહ્યું છે અને રહેશે.’

રિલાયન્સ સમૂહે રિલાયન્સ જિયોના માધ્યમથી ટેલિકોમ ક્ષેત્રમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

તેમણે કહ્યું કે,’અમે ગુજરાત રાજ્યમાં આશરે 3 લાખ કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે અને અહી દસ લાખ લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી છે.

પાછલા દશકાની સરખામણીમાં રિલાયન્સ આવતા દસ વર્ષમાં પોતાના રોકાણ અને રોજગારની સંખ્યા બમણી કરશે.’આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...