રિલાયન્સ ના પરિણામ જાહેર કર્યો અધધ નફો, જાણો વધુ માહિતી..

46
Loading...

ત્રીજા કવાટર ના પરિણામ જાહેર

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નાણાંકીય વર્ષ 2019ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે.

નાણાંકીય વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કન્સોલિડેટેડ નફો 10,251 કરોડ રૂપિયા રહ્યો છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે રિલાયન્સના નફામાં 8.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ ગાળામાં કંપનીની આવક 1.56 લાખ કરોડ રૂપિયા રહી છે.

૧૦ હજાર કરોડ નફો

આ સાથે જ RIL એક ત્રિમાસિક ગાળામાં 10 હજાર કરોડથી વધુ પ્રોફિટ કમાનારી પહેલી ભારતીય કંપની બની ગઈ છે.

ગુરુવારે કંપની તરફથી જારી કરાયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, તેનો રેવન્યુ વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 56 ટકા વધીને 1,71,336 કરોડ રહ્યો.

ગ્રુપના ટેલિકોમ વેન્ચર જિયોને આ ત્રિમાસિક ગાળામાં 831 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે દર ત્રિમાસિક ગાળાના આધાર પર 22.10 ટકા વધારે છે.

બીજા કવાટર માં પણ કર્યો નફો

આ પહેલાના ક્વાર્ટરમાં એટલે કે સપ્ટેમ્બર 2018માં પૂરા થયેલા ગત ક્વાર્ટરમાં 17.53 ટકાના વધારા સાથે 9,516 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો.

તે આરઆઈએલ ઈતિહાસનો સૌથી વધુ નફો રહ્યો હતો. જેને આ વખતે પાર કરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. જોકે,

એ સમયે કંપનીના ગ્રોસ રિફાઈનરી માર્જિનમાં ઘટાડો નોંધાયો હતો.

મુકેશ અંબાણી

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ફોરન પોલિસી મેગેઝીનની 2019ની વાર્ષિક યાદીમાં સ્થાન મેળવ્યું છે.

તેમને ટોપ 100 ગ્લોબલ થિન્કર્સમાં સામલે કરવામાં આવ્યા છે.

મેગેઝીન મુજબ ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિને આગળ વધારવામાં અંબાણીએ મહત્વની ભૂમિકા નિભાવી છે.

અંબાણીએ ગત વર્ષે ચીનના ઉદ્યાગપતિ જેક માને પાછળ રાખી સૌથી અમીર એશિયન બન્યા હતા.

એ સમયે તેમની સંપત્તિ 44.3 અબજ ડોલર (લગભગ 31 ખર્વ રૂપિયા) હતી.

ટોપ 100 ગ્લોબલ થિન્કર્સની યાદીમાં અબાણી ઉપરાંત અલીબાબાના સહ-સંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ જેક મા, આંતરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)ના એમડી ક્રિસ્ટીન લેગાર્ડ,

યુરોપીય પ્રતિસ્પર્ધા કમિશનર માર્ગ્રેથ વેસ્ટેગર અને લેખક તેમજ ટીવી હોસ્ટ ફરીદ ઝકારિયા સામેલ છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...