રિવાબા જાડેજા કરણી સેનામાં જોડાયા : જાણો વધુ

82
Loading...

વિવાદિત સંગઠન કરણી સેનાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્રા જાડેજાની પત્ની રિવાબા જાડેજાને પોતાના ગુજરાત સંગઠનના મહિલા વિંગના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ તેની જાહેરાત કરી.

જણાવી દઈએ કે કરણી સેના ફિલ્મ પદ્માવત સામે પોતાના હિંસક પ્રદર્શનોના કારણે ચર્ચામાં આવી હતી. દશેરાના અવસરે રાજકોટમાં આયોજિત ક્ષત્રિય રાસોત્સવ દરમિયાન સર્વસંમતિથી રિવાબા જાડેજાના નામની જાહેરાત કરાઈ. આ મામલે રિવાબાનું કહેવું છે કે તેના પતિ રવિન્દ્રા જાડેજા આ નિર્ણયમાં તેમની સાથે છે.

રિવાબાએ પાછલા વર્ષે જૂનમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. આ વર્ષે મેમાં જામનગરમાં એક અકસ્માતની ઘટનામાં પોલીસ કર્મીએ તેમના પર હુમલો કર્યા બાદ કરણી સેનાએ તેના વિરોધમાં વ્યાપક પ્રદર્શનો કર્યા હતા.

રિવાબા જાડેજાએ દિલ્હીમાં મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. રિવાબા સિવિલ સર્વિસમાં જવા ઈચ્છતા હતા. જોકે લગ્ન અને પછી પરિવારની જવાબદારીના કારણે યૂપીએસસીની પરીક્ષા ન આપી શક્યા. પરંતુ કરણી સેના સાથે જોડાયા બાદ તેમનું કહેવું છે કે, મારી પહેલી પ્રાથમિકતા નારી શક્તિ છે. મારો ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે કામ કરવાનું છે.’

આ પણ વાંચો : છાતીની બળતરા પુરે પુરી શાંત કરી નાખે છે આ ઘરેલુ નુસખા, એક વાર જરૂર ટ્રાય કરો

 

તમને કદાચ ગમશે

Loading...