સગાઇમાં આવ્યો નવો ટ્રેન્ડ, હવે રિંગ પહેરવા માટે છોકરીઓ વિંધાવે છે આંગળી

72
Loading...

કોઇ પણ પરણિત અથવા રિલેશનશિપમાં રહેલ વ્યક્તિને માટે તેઓની એન્ગેજમેન્ટ રિંગ ઘણી ખાસ હોય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓ પોતાની બાકી જ્વેલરીનાં મુકાબલે એન્ગેજમેન્ટ રિંગને સંબંધની નિશાની તરીકે હંમેશાં સંભાળીને જ રાખવા ઇચ્છે છે પરંતુ ક્યારેક-ક્યારેક ન ઇચ્છતા પણ અનેક મહિલાઓની સ્પેશિયલ રિંગ ગુમ થઇ જાય છે.

આ સિવાય પણ અનેક મહિલાઓનાં મનમાં પારમ્પરિક અંદાજથી હટીને પોતાની એન્ગેજમેન્ટ રિંગને કંઇક અલગ અને ખાસ બનાવવાની ઇચ્છા હોય છે. જો આપ પણ આવા વિચાર રાખનારી મહિલાઓમાંથી જ એક છો તો આ ખબર આપનાં માટે છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર આ દિવસો ખાસ પ્રકારની એન્ગેજમેન્ટ રિંગ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહેલ છે. જ્યાં મહિલાઓ હાથમાં છેદ કરાવીને પહેરવામાં આવેલ ખાસ રિંગની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહેલ છે.

આમ તો સામાન્ય રીતે જોઇએ તો શરીરનાં અંગોમાં છેદ કરાવીને ઘરેણાં પહેરવાનો આઇડીયા કોઇ નવો નથી. ભારત અને દુનિયાનાં અનેક ભાગોમાં મહિલાઓ નાક, કાન, ડુંટીમાં છેદ કરાવીને ઘરેણાં પહેરે છે પરંતુ હાથની આંગળીમાં પહેરવાવાળી અંગૂઠીનાં મામલામાં આ દિવસોમાં એક અલગ જ પ્રકારનો ટ્રેન્ડ સામે આવ્યો છે કે જ્યાં મહિલાઓ હાથની આંગળી પર છેદ કરાવીને ડાયમંડ અને અન્ય પ્રકારનાં ઘરેણાં પહેરી રહેલ છે.

આવું પણ નથી કે આ પ્રકારે આંગળી પર ડાયમંડ અથવા સ્ટોન પહેરવાનો આ વિચાર નવો જ છે પરંતુ આને વધુ લોકો અપનાવી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર આની તસ્વીરો પણ શેર કરી રહેલ છે.

તમને કદાચ ગમશે

Loading...