15 ઓક્ટોબરથી થશે શરૂ SBIની ખાસ સ્કીમ પૈસા લગાવવા પર મળશે આ ત્રણ ફાયદા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ)ની પહેલ પર SBI અગામી 15 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે બોન્ડ્સની ખાસ સ્કીમ શરૂ કરવા જઈ રહી છે. આ યોજનામાં દેશનો કોઈ પણ નાગરીક ભાગ લઈ શકે છે. આ સ્કીમ હેઠળ ખાસ પ્રકારના બોન્ડ્સ જાહેર કરવામાં આવશે. આ બોન્ડમાં રોકાણ કરવા પર રોકાણકારને 2.5 ટકાના દરે વ્યાજ મલશે. રોકાણકારને કેપિટલ ગેન ટેક્સની છૂટ મળશે. જોકે, રોકાણથી થતી આવક ટેક્સ એક્ટ હેઠળ કર યોગ્ય હશે. તો જોઈએ શું છે આ સ્કીમ…

શું છે સ્કીમ – SBIએ પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા જણાવ્યું કે, રોકાણકારો પાસે સોનાના ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો સારો મોકો છે. 15 ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી દર મહિને બોન્ડ જાહેર કરશે. પહેલા તબક્કામાં રોકાણકાર 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર વચ્ચે બોન્ડને સબ્સક્રાઈબ કરી શકશે. જોકે, આ બોન્ડ 23 ઓક્ટોબરથી જાહેર કરવામાં આવશે.

શું છે બોન્ડની કિંમત – ઈન્ડીયન બુલેટીન એન્ડ જ્વેલર્સ એસોશિએશન દ્વારા નક્કી કરવામાં આવેલા 99.9 ટકા શુદ્ધ સોનાની ત્રણ દિવસની એવરેજ કિંમત બરાબર હશે. જોકે, ઓનલાઈન બોન્ડ સબ્સક્રાઈવ કરવા અને ડેઝિટલ મોડથી પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ક્યારે નિકાળી શકશો પૈસા – આ બોન્ડને બેન્ક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ, નક્કી કરેલી પોસ્ટ ઓફિસ સિવાય સ્ટોક એક્સચેન્જના માધ્યમથી પણ ખરીદી શકાશે. આ બોન્ડ 8 વર્ષ પછી મેચ્યોર થશે. મતલબ સ્પષ્ટ છે કે, 8 વર્ષ બાદ આને વટાવી પૈસા નીકાળી શકશો. જોકે, રોકાણકાર પાંચમા, છટ્ઠા અને સાતમા વર્ષે પણ બોન્ડને વટાવી શકશે.


કેવી રીતે ખરીદશો – બોન્ડ ખરીદવા માટે રોકાણકાર ડિમાંડ ડ્રાફ્ટ, ચેક કે ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. આ સિવાય કેસ પેમેન્ટની પણ સુવિધા મળશે પરંતુ આવી સ્થિતિમાં તે વધારેમાં વધારે 20000ની કિંમતના જ બોન્ડ ખરીદી શકશે.

દેશના કોઈ પણ ઈન્ડીવિઝ્યુઅલ, હિન્દૂ અનડિવાઈડેડ ફેમિલી, ટ્રસ્ટ, યૂનિવર્સિટીઝ અને ચેરિટેબલ સંસ્થાઓ આ બોન્ડ ખરીદી શકે છે. રોકાણ ઓછામાં ઓછુ 1 ગ્રામ અથવા તેના ગુણક પ્રમાણે બોન્ડ ખરીદી શકે છે.

ઈન્ડીવિઝ્યુઅલ 500 ગ્રામ અને હિન્દૂ અનડિવાઈડેડ ફેમિલી એક વર્ષ દરમ્યાન વધારેમાં વધારે 4 કિલોગ્રામ સોનાની કિંમતના બરોબર સુધીના બોન્ડ ખરીદી શકે છે. પરંતુ સંસ્થાઓને 20 કિલોગ્રામ સુધીની કિંમતના બોન્ડ ખરીદવાની છૂટ છે.

આ પણ વાંચો :  કોહિનૂર કરતાં પણ મોંઘો છે આ ‘પથ્થર’ : જાણો વધુ

તમને કદાચ ગમશે