દહેજ ઉત્પીડન પર SCનો મોટો ચુકાદો, હવે થઇ શકશે પતિની તરત ધરપકડ : જાણો પુરી ખબર

નવી દિલ્હી: દહેજ ઉત્પીડનોના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક જૂના ચુકાદામાં ફેરફાર કરતાં પતિના પરિવારને મળતા સેફગાર્ડને ખતમ કરી દીધો છે. એટલે કે હવે દહેજ ઉત્પીડનના મામલે પતિની તરત ધરપકડ થઇ શકશે.

દહેજ ઉત્પીડન કાયદા પર પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે ફરિયાદની સુનાવણી માટે કોઇ પરિવાર સલ્યાણ કમિટીની આવશ્યકતા હશે નહીં. કોર્ટનું કહેવું છે કે પીડિત મહિલાની સુરક્ષા માટે આ પ્રકારનો નિર્ણય ખૂબ જરૂરી છે. જો કે પતિની પાસે આગોતરા જામીન લેવા માટેનો વિકલ્પ યથાવત રહેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાજમાં મહિવાને બરાબર હક મળવા જોઇએ એમાં કોઇ બે મંતવ્ય નથી, સાથે એવો પણ અમે નિર્ણય ના આપી શકીએ કે પુરુષ પર કોઇ પ્રકારની ખોટી અસર પડે.

જણાવી દઇએ કે 2017માં સુપ્રીમ કોર્ટની બે જજોની બેંચે આદેશ આપ્યો હતો કે દહેજ ઉત્પીડન મામલે પતિ અથવા એના પરિવારની સીધી ધરપકડ થઇ શકે નહીં. જો કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ એની પર અસહમતિ વ્યક્ત કરી હતી.

તમને કદાચ ગમશે