સ્ટેચ્યૂ ઓફ યુનિટી: નિર્માણ ખર્ચ 3,000 કરોડ સુધી પહોંચશે : જાણો વધુ

32
Loading...

3,000 કરોડમાં તૈયાર થશે સૌથી ઊંચી પ્રતિમા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણનો ખર્ચ રૂપિયા 3,000 કરોડ સુધી પહોંચી શકે છે. લોખંડી પુરુષ સરદાર પટેલની યાદમાં રાજ્યમાં આકાર પામી રહેલા આ સ્ટેચ્યૂનું અનાવરણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલની જન્મજંયતી પર કરશે. સરદાર સરોવર નિગમ લિમિટેડના રેકોર્ડ પ્રમાણે, રાજ્ય સરકાર અને કેંદ્ર સરકારે અત્યાર સુધીમાં સ્ટેચ્યૂના નિર્માણ પાછળ 2,134 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

જાળવણી માટે 600 કરોડનો ખર્ચ

સૂત્રોના મતે, થોડા જ દિવસોમાં પ્રતિમાના નિર્માણ ખર્ચનો આંક 2,400 કરોડ સુધી પહોંચી જશે. ગુજરાત સરકારે L&T કંપનીને 15 વર્ષ સુધી સ્ટેચ્યૂની જાળવણી માટે 600 કરોડ રૂપિયા આપ્યા છે. એટલે કે આ પ્રોજેક્ટ પાછળ કુલ 3000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.

અત્યાર સુધી 2,131.45 કરોડ ખર્ચાયા

પ્રોજેક્ટ હેન્ડલ કરી રહેલા રાજ્ય સરકારના એક સીનિયર ઓફિસરે કહ્યું કે, “સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 2,131.45 કરોડ રૂપિયા વપરાયા છે. જેમાંથી 1,412.27 કરોડ રૂપિયા કેંદ્ર સરકારે આપ્યા છે. રાજ્ય સરકાર, રાજ્યના વિવિધ PSU (પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ) અને કેટલીક ખાનગી કોર્પોરેટ કંપનીઓએ પણ આ પ્રોજેક્ટ માટે ડોનેશન આપ્યું છે. પ્રોજેક્ટનું કુલ પેમેન્ટ કર્યા બાદ કંસ્ટ્રક્શન ખર્ચ લગભગ 2400 કરોડ રૂપિયાએ પહોંચશે. L&T કંપનીને આગામી 15 વર્ષ સુધી સ્ટેચ્યૂના મેન્ટેનન્સ માટે 600 કરોડ રૂપિયા ચૂકવાશે.”

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને ટુરિઝમ હબ તરીકે વિકસાવવા માગે છે. વિવિધ સુવિધાઓ સાથે ફાઈવ-સ્ટાર હોટલ પણ તૈયાર થઈ રહી છે. આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા માટે ટાઈગર પાર્ક અને ક્રોકડાઈલ પાર્ક બનાવવામાં આવશે.

આ પણ વાંચો : 7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો : જાણો ઘેલા સોમનાથ પાછળની રસપ્રદ વાર્તા

તમને કદાચ ગમશે

Loading...