સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી એક વધુ ગૌરવ લેવા જેવી વાત ગુજરાત માટે : જાણો એ વિષે આ લેખ માં

108
Loading...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી એક વધુ ગૌરવ લેવા જેવી વાત ગુજરાત માટે આવી છે. એ બીજું કઈ નહિ પણ અમદાવાદ માં બની રહેલું વિશ્વ નું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે

સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે . સીટિંગ કેપિસિટીની દ્રષ્ટિએ અત્યારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ વિશ્વમાં સૌથી મોટું છે. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 1,00,024 ક્રિકેટ રસિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

મોટેરા સ્ટેડિયમમાં કૉંક્રિટના બીમ તૈયાર થઈ રહ્યા છે . આ વિરાટ બીમ પર બે માળની 18 મીટરમાં ફેલાયેલી બેઠક વ્યવસ્થા હશે , જેમાં 1.15 લાખ ક્રિકેટ ફેન્સ બેસીને મેચ નિહાળશે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણીએ ટ્વિટ કરીને આ સ્ટેડિયમના નિર્માણની તસવીરો શેર કરી હતી.

આ સ્ટેડિયમ 2019માં બનીને તૈયાર થઈ જશે. પરિમલ નાથવાણીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે આ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતા પણ મોટુ સ્ટેડિયમ હશે. આ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ પુરુ થયાં પછી દેશ માટે ગર્વનું પ્રતીક બનશે.   

63 એકરમાં ફેલાયેલા સ્ટેડિયમમાં કૉંક્રિટના મોટા ચોસલા હવે એક પર એક ગોઠવાઈ રહ્યા છે . રેકર બીમ , રિંગ બીમ , કોલમ્સ અને લાકડાંના પાટિયા આ બધું ભેગું મળીને સ્ટેડિયમની વિશાળ બેઠક વ્યવસ્થા બનશે.

શરૂઆતમાં આ પ્રોજેક્ટનો ખર્ચો 644 કરોડ જેટલો હતો , જે વધીને હવે 700 કરોડ થયો છે . જો કે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સીનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે , નવી બેઠક વ્યવસ્થાને કારણે ખર્ચો વધી શકે છે .

ગુજરાતની ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉંડ ભવિષ્યમાં અન્ય કેટલીક મોટી ઈવેન્ટ્સનું પણ સાક્ષી બનશે . કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ હશે અને 6 માળના સંપૂર્ણ માળખામાં 50 રૂમ બનશે .

સ્ટેડિયમની દક્ષિણ દિશા તરફ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ હશે . GCA ના સીનિયર અધિકારીએ જણાવ્યું કે , ” સ્ટેડિયમના કેમ્પસમાં આવેલું સ્થાનિક મંદિર ત્યાં જ રહેશે અને ભક્તોને ત્યાં દર્શન માટે આવવા દેવાશે . “

સ્ટેડિયમનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યારે AMC અને ટ્રાફિક ડિપાર્ટમેંટ માટે ટ્રાફિક મેનેજમેંટ ચિંતાનો વિષય છે, કારણ કે સ્ટેડિયમનો એક્ઝિટ પોઈંટ એક સાંકડા રસ્તા તરફ છે .

AMC ના સીનિયર અધિકારીએ કહ્યું કે , ” પહેલા જ્યારે મોટેરા સ્ટેડિયમમાં 54,000 લોકોને બેસાડવાની ક્ષમતા હતી ત્યારે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી . હવે અમે નવા રોડ સ્ટ્રક્ચર વિશે વિચારી રહ્યા છીએ . ”

નવા સ્ટેડિયમમાં જવાના 3 મોટા રસ્તા હશે . જેને નવા સબ – વે સ્ટેશન સાથે જોડવામાં આવશે . 3500 કાર અને 12,000 ટુ વ્હીલર સમાવી શકાય તેટલી પાર્કિંગની જગ્યા હશે.

આ ઉપરાંત સ્ટેડિયમ પાછળ બની રહેલા રિવર ફ્રન્ટ સાથે પણ સ્ટેડિયમને જોડવામાં આવશે. 6 મહિનાની અંદર સ્ટેડિયમનુ કામ પૂર્ણ કરવામાં આવશે.

સ્ટેડિયમમાં કુલ સાત જેટલી પીચ તૈયાર કરવામાં આવશે,.આ ઉપરાંત પ્રથમ વાર સ્ટેડિયમમાં એલઇડી લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવશે. સ્ટેડિયમમાં મીડીયા રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો


તમને કદાચ ગમશે

Loading...