ઇન્ડોનેશિયામાં ભૂંકપ-સુનામીથી મરનારની સંખ્યા 1700ને પાર, રોગચાળાનું એલર્ટ જારી કરાયું

ઇન્ડોનેશિયામાં ભૂકંપને કારણે આવેલી સુનામીએ ભારે તારાજી સર્જી છે. સુનામી આવ્યાને આટલો સમય વીત્યો હોવા છતા હજુ પણ સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી, બલ્કી સ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે અને રોગચાળો ફેલાઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે શનિવારે સરકાર દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત એક વોર્નિંગ જારી કરવામાં આવી છે. મૃત્યુઆંક વધીને 1700ને પાર પહોંચી ગયો છે. રોગચાળો ફેલાવવાની ભીતીને પગલે ઇમરર્જન્સી મેડિકલ ટીમ તૈયાર કરવામાં આવી છે અને જે વિસ્તારમાં સ્થિતિ વધુ કથળેલી છે ત્યાં તૈનાત કરાઇ છે. હજુ પણ મૃતદેહોની શોધખોળ જારી છે અને અનેક મૃતદેહો મળી રહ્યા છે.

ભૂકંપ અને સુનામીને કારણે અનેક ઇમારતો ધરાશાઇ થઇ ગઇ છે, જેના કાટમાળને હટાવવાની પ્રક્રિયા હાલમાં પણ ચાલી રહી છે. આર્મી સાથે જોડાયેલા સર્જેન્ટ સૈયફરુદ્દીને જણાવ્યું હતું કે, સૈનિકો હજુ પણ કાટમાળ હટાવી રહ્યા છે. હોસ્પિટલોમાં ઇમરર્જન્સી જેવી સ્થિતિ છે, ડોક્ટરો, બેડ અને સારવારના અન્ય સાધનોની પણ મોટા પાયે અછત જોવા મળી રહી છે. હજારથી વધુ ટ્રક પ્રભાવિત વિસ્તારોમાં માલસામાન પહોંચાડી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું તું કે, હાલ ઇન્ડોનેશિયાને 50.5 મિલિયન ડોલરની સહાય રાહત અને બચાવ કાર્ય માટે કરવામાં આવી રહી છે. જોકે આટલો સમય વિત્યા બાદ પણ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. શરૂઆતમાં આ કામગીરી ધીમી ગતીએ ચાલી રહી હતી જોકે હવે તેમાં ઝડપ જોવા મળી રહી છે. આશરે 2,00,000 લોકોને રાહત અને બચાવ કાર્ય ટીમ દ્વારા જરૂરી વસ્તુઓ પુરી પાડવામાં આવી છે. ઓક્સફમ દ્વારા વોટર ટ્રિટમેન્ટ યુનિટ્સ અને શુદ્ધતા માટેની કિટ લોકોને પહોંચતી કરવામા આવી છે.

અનેક દેશોના લોકો રાહત અને બચાવ કાર્યમાટે ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. પાલુ પ્રાંતમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જેને પગલે લોકો રાહત અને બચાવ કાર્ય આ વિસ્તારમા વધુ ઝડપથી પહોંચતી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે હવે સરકાર એ ચિંતામાં છે કે આ સર્ચ ઓપરેશનને ક્યાં સુધી જારી રાખવું.

ટુરિઝમને અસર

ઈન્ડોનેશિયામાં ટુરિઝમ મોટું સેક્ટર છે. તેનાથી ડોલરમાં આવક થાય છે. 2017માં 1.4 કરોડ વિદેશી પર્યટકો આવ્યા હતા જે 2016થી 22 % વધુ હતું. તેનાથી 50000 કરોડની આવક થઇ હતી. આ આપત્તિઓ બાદ પર્યટકોમાં 90 % ઘટાડો નોંધાયો છે

આ પણ વાંચો

GSSSB RECRUITMENT FOR 92 POSTS 2018 (OJAS)

તમને કદાચ ગમશે