SC નો ચુકાદો : ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ, લાયસન્સ ધારક જ વેંચી શકશે

60
Loading...

દિલ્હી: ફટાકડાઓના વેચાણને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે. આ અરજીમાં દેશમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી છે.

જે અંતર્ગત આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. ઘોંઘાટ અને હવા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ અરજી કરવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપતા જણાવ્યું કે, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

આ સાથે સુપ્રીમ કોર્ટે ઓછા પ્રદુષણવાળા ફટાકડા બનાવનારાને જ મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ રાતના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મામલે અરજકર્તા, ફટાકડા બનાવનાર અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ(CPCB)નો પક્ષ સાંભળવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,સ્વાસ્થ્યનો અધિકાર અને વેપાર અથવા વેપાર ચલાવનાર વચ્ચે અનુકુળતા સાધવાની જરૂર છે.

આ પણ વાંચો

23, ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ વાંચો…

તમને કદાચ ગમશે

Loading...