મંત્રીના પુત્રની સુનિતા યાદવ સાથે બબાલ મુદ્દે સોશિયલ મીડિયા ગરમાયુ, કમિશ્નરનો તપાસનો આદેશ

73
Loading...

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. જેમના પર મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીએ દુર્વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો છે.

વરાછામાં કરફ્યૂ દરમિયાન કારમાં નીકળેલા ચાર શખ્સોને રોકતા તેમની ભલામણ માટે આવેલા આરોગ્યમંત્રીના પુત્ર સાથે માથાકૂટ થતાં હેડક્વાર્ટરની મહિલા કોન્સ્ટેબલ તાડુકી ઉઠી હતી.

મહિલા કોન્સ્ટેબલે તારા બાપની નોકર છું, તેમ કહી આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરિયાદ કરતાં તેને પોઈન્ટ ઉપરથી હટી જવાનું કહેતો ઓડિયો વાઈરલ થયો હતો.

સુનિતા યાદવ નામની આ લેડી કોન્સ્ટેબલ વરાછા માનગઢ ચોક નજીક ગતરાત્રે પોઈન્ટ ઉપર હતી. રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં એક કારમાં ચાર શખ્સો આવ્યા હતા. જેમની સાથે આ કોન્સ્ટેબલની માથાકૂટ થઈ હતી.

ચારેયના ફોનથી આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પુત્ર ત્યાં આવી ચઢ્યો હતો. બન્ને વચ્ચે બોલાચાલી દરમિયાન આરોગ્યમંત્રીના પુત્રએ 365 દિવસ કરાવીશ તેવો દમ માર્યાના આક્ષેપ વચ્ચે આ કોન્સ્ટેબલ તેનો ઉધડો લઈ નાંખ્યો હતો.

તારા બાપની નોકર છું! તમારા ગુલામ છે અમે લોકો’ તેમ કહી શાન ઠેકાણે લાવી દીધી હતી.

પોલીસ સાથે ગેરવર્તન કરાયાના આક્ષેપ સાથે આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કરી ફરિયાદ કરતાં આ કોન્સ્ટેબલને જ પોઈન્ટ ઉપરથી હઠી જવાની સૂચના આપતો ઓડિયો વાઈરલ થયો હતો.

જો કે સુનિતા યાદવે આ જ મુદ્દે રાજીનામું આપી દીધું છે. સુનિતા અને પ્રકાશ ઉપરાંત સુનિતા અને સ્થાનિક પીઆઇ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો સોશિયલ મીડિયા પર માંગ ઉઠી રહી છે કે, સુનિતા યાદવનું રાજીનામું તો ન જ સ્વિકારવામાં આવે પરંતુ કુમાર કાનાણી રાજીનામું આપે. કાનાણીના પુત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. 

 હેશટેગ I support sunita yadavના નામે ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લોકો ધન્ય છે એ લેડી કોન્સ્ટેબલ #સુનિતા_યાદવ કે જેમણે નેતાઓની  ના સ્વીકારીને પોલીસની નોકરીમાંથી જ #રાજીનામુ આપી દીધું…,દિલ થી સેટ્યુટ તે રીતે ટ્વીટ કરી રહ્યા છે. 

નાગરિકોમાં આ મહિલા મર્દાનીના સપોર્ટમાં ખુલ્લમ ખુલ્લા આવી ચુક્યા છે. ટ્વીટર પર પણ આ મુદ્દો ટ્રેન્ડિંગમાં આવતા રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો પહોંચી ચુક્યો છે. નાગરિકો ભરપુર પ્રમાણમાં સુનિતા યાદવને સપોર્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોક જુવાળ જોઇને સુરત પોલીસ કમિશ્નર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. પોલીસ કમિશ્નરને સુનિતા યાદવનું રાજીનામું નહી સ્વિકારવાનો પત્ર પણ વાયરલ થઇ રહ્યો છે.

જેમાં કાનાણીના પુત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. એસીપી સી.કે પટેલને સમગ્ર મુદ્દે તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર મુદ્દો અધિકારીઓ પાસે પહોંચતા પ્રાથમિક તબક્કે અધિકારીઓએ સુનિતાને ખખડાવતા સુનિતાએ રાજીનામું ધરી દીધાની વાત પણ સોશિયલ મીડિયા પર વહેતી થતા ઉચ્ચ અધિકારીઓ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. 

હાલ તો સમગ્ર મુદ્દે કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુનિતા યાદવ મુદ્દે રાજકારણ પણ ગરમાઇ ચુક્યું છે.

કોંગ્રેસ દ્વારા કુમાર કાનાણી ઉપરાંત સરકાર પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના પગલે હાલ સરકાર પણ બચાવના મોડમાં આવી ચુકી છે. આ મુદ્દે સત્વરે યોગ્ય કાર્યવાહી થાય તેવા અંદરખાને આદેશ આપાઇ ચુક્યા છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...