JIO ને હંફાવવા ટેલિકોમ ની બે કંપની એ કર્યો ૨૦૦૦૦ કરોડ નો માસ્ટર પ્લાન, જાણો કોણ છે તે કંપની.

58
Loading...

15 મહિનામાં 20 હજાર કરોડનું કરશે રોકાણ

Jioને હંફાવવા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ પોતાના નેટવર્ક પર આવતા 15 મહિના દરમિયાન 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

કંપનીના અધિકારીઓએ આ જાણકારી આપી.

પહેલા નવ મહિનામાં 70 અબજ રૂપિયા ખર્ચાયા

વોડાફોનના મુખ્ય ફાઈનાન્સ ઓફિસર અક્ષય મુંદ્રાએ વિશ્લેષકોને ટેલી-કોન્ફરન્સમાં જણાવ્યું કે,

‘અમે નાણાંકીય વર્ષ 2018-19 અને 2019-20 માટે પૂંજીગત ખર્ચના રૂપમાં કુલ 270 અબજ રૂપિયા આપ્યા છે.

તેમાં લગભગ 70 અબજ રૂપિયા પહેલા નવ મહિનામાં ખર્ચ કરાયા છે. આવતા 15 મહિનામાં 200 અબજ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે.’

કંપની રાઈટ ઈશ્યૂ લાવશે

કંપનીની રાઈટ ઈશ્યૂના માધ્યમથી 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.

કંપનીના મુખ્ય શેરધારકો- વોડાફોન જૂથ અને આદિત્ય બિરલા જૂથ-એ ડિરેક્ટરો બેઠકમાં પોતાની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરતા કહ્યું કે,

આ પ્રસ્તાવિત રાઈટ ઈશ્યૂમાં પોતાની ભાગીદારી તરીકે ક્રમશઃ 11,000 કરોડ રૂપિયા અને 7,250 કરોડ રૂપિયા સુધીનું યોગદાન કરવાની ઈચ્છા રાખે છે.

શેરધારકોએ એમ પણ કહ્યું કે, જો રાઈટ ઈશ્યૂનો કેટલોક ભાગ નહીં વેચાય તો તેઓ એ બચેલા ભાગને સંપૂર્ણ કે તેનો થોડો ભાગ પોતે ખરીદવાનો અધિકાર પોતાની પાસે રાખે છે.

પૂંજીગત ખર્ચમાં આ ક્ષમતાને સામેલ નથી કરાઈ

મુંદ્રાએ વિશ્લેષકોને કહ્યું કે, 27,000 કરોડ રૂપિયાના પૂંજીગત ખર્ચમાં એ ક્ષમતાને સામેલ નથી

કરાઈ, કે જે વોડાફોન અને આઈડિયા વચ્ચે સંચાલનના તાલમેલથી ઉપકરણોને ફરીથી ઉપયોગમાં લાવવાથી બનશે.

આ રીતની ક્ષમતાનું મુલ્યાંકન 6,200 કરોડ રૂપિયા કરાયું છે.



આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો



તમને કદાચ ગમશે

Loading...