અલ નીનોને કારણે ચાલુ વર્ષે શિયાળામાં ગયા વર્ષ કરતા : જાણો વધુ

110
Loading...

અનિયમિત વરસાદથી હેરાન ખેડૂતો અને સામાન્ય લોકોને આગામી સમયમાં કોઇ રાહત મળે તેવું લાગતું નથી. પૂણેમાં આવેલા ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ વર્ષે શિયાળામાં અલ નીનોને કારણે સામાન્ય કરતા વધુ તાપમાનનો અનુભવ થશે. એટલે કે શિયાળામાં સામાન્યથી ઓછી ઠંડી પડશે.

હવામાન વિભાગની આ ચેતવણીને પગલે રવિ પાકને લઇને ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગરના તાપમાનમાં વધારો થયો છે અને હવે તે ધીમે ધીમે અરબ સમુદ્રની તરફ આગળ વધી રહ્યું છે.

જો કે આ વર્ષે શિયાળમાં કેટલું તાપમાન રહેશે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું નથી.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમે આગામી મહિને ફરીથી અલ નીનોની અસર અંગે પૂર્વાનુમાન જારી કરીશું પણ એક વાત નક્કી છે કે ચાલુ વર્ષે શિયાળામાં ગયા વર્ષની સરખામણીમાં ઓછી ઠંડી પડશે.

જે વિસ્તારોમાં સિંચાઇની વ્યવસ્થા નથી ત્યાં ખેડૂતો રવિ પાક અંગે ચિંતિત બની ગયા છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોનું નિર્માણ એક સામાન્ય પ્રક્રિયા છે. અલ નીનોની અસર સમગ્ર વિશ્વ પર પડે છે.

અલ નીનો શક્તિશાળી બનતા ઘણા સ્થળોએ તપામાન વધી જાય છે અને આ કારણોસર કેટલાક વિસ્તારોમાં પાણીની ભારે અછત સર્જાય છે. આ જ કારણોસર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તાપમાન વધે છે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાથી અલ નીનોના નિર્માણની પ્રક્રિયા ચાલુ છે. અને આ જ કારણોેસર જૂનથી સપ્ટેમ્બરમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસા પડયો હતો.

આ પણ વાંચો :  અહી પોતાના જ પિતા સાથે થાય છે છોકરીના લગ્ન, નાની ઉંમરમાં જ દેખાડવામાં આવે છે સપના…..

તમને કદાચ ગમશે

Loading...