ગુજરાતના ગરબાની યુનાઇટેડ તસવીર, એક જ સ્થળે ગરબે ઘૂમે છે 30 હજાર ખેલૈયાઓ

62
Loading...

વડોદરાઃ પહેલા નોરતે જ શહેરના જુદા-જુદા ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. રંગબેરંગી કેડિયા-ધોતિયા અને ચણિયા ચોળી પહેરીને આવેલા યુવક યુવતીઓ મનભરીને ગરબે ઘૂમ્યા હતા. વડોદરા શહેરના એલેમ્બિક ગ્રાઉન્ડ પર યોજાયેલા યુનાઇટેડ વેના ગરબામાં પહેલા દિવસે 30થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. જેનો ડ્રોનથી અદભૂત નજારો જોવા મળ્યો હતો.

યુનાઇટેડ વેના ગરબાએ લગાડ્યું બરોડિયન્સને ઘેલુ

કલાનગરીના વડોદરાના ગરબા વિશ્વમાં જાણીતા છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇને ગરબા મેદાનમાં લાઇનબંધ રીતે ગરબે ઘૂમવાની પરંપરા હજી વડોદરાના ખેલૈયાઓએ જાળવી રાખી છે. વડોદરા શહેરના એલેમ્બિક ગ્રાઉન્ડ પર ગાયક અતુલ પુરોહિતની ગાયકીના તાલે યુનાઇટેડ વેના ગરબાએ વડોદરાવાસીઓને ઘેલુ લગાડ્યું છે. આ ગરબા શરૂ થતાંની સાથે જ 30 હજારથી વધુ ખેલૈયાથી ઉભરાતા ગ્રાઉન્ડની ડ્રોનથી લીધેલી તસવીરમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો.

તમને કદાચ ગમશે

Loading...