આઇફોન XR ના પ્રી-ઓર્ડરની ભારતમાં શરૂઆત , 26 ઓક્ટોબરથી વેચાણ શરુ

146
Loading...

ઍપલ પાર્ક કેમ્પસમાં સ્થિત સ્ટીવ જૉબ્સ થિયેટર માં, એપલે ગયા મહિને iphone XR તેમજ iphone XS અને iphone XS મેક્સની રજૂઆત કરી હતી. ભારતમાં, એપલ iphone XR નું પ્રી ઓર્ડર બુકિંગ શરૂ થઈ ગયું છે. એપલ iphone XRની પ્રી-ઑર્ડર બુકિંગ ઑફલાઇન રીસેલર્સ ઇમેજિન, યુનિકોર્ન, આઈવવર્લ્ડ ઉપરાંત એરટેલ.ઈન અને જિઓ.કોમ પર કરવામાં આવી રહ્યું છે.

હવે iphone XR ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાતકરીએ તો આ ફોન એલસીડી ડિસ્પ્લે, સિંગલ રીઅર કેમેરા અને ઘણા રંગોમાં ઉપલબ્ધ થશે. iphone XR એ એપલના ઓફિશ્યિલ ઑફલાઇન પાર્ટનર ઇન્ડિયાઆઈસ્ટોર પર પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. ઈ-કૉમર્સ સાઇટ એમેઝોન પર iphone XR નું પ્રી-ઓર્ડર શરુ કરવામાં આવ્યું છે, પરંતુ ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર હજી સુધી ફોનને સૂચિબદ્ધ કર્યો નથી.

IndiaiStore પર ઑફર્સ ની વાત કરીયે તો બજાજ ફિનસર્વ કાર્ડ પર નો-કોસ્ટ EMI Talk સાથે સિટી અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર ૫% કેશબેક પણ મળશે. એરટેલના ઑનલાઇન સ્ટોર પર 14,999 રૂપિયાના ડાઉન પેમેન્ટની ઓફર સાથે ફોન પ્રી બુક કરાશે. તે એરટેલ સ્ટોર પર સ્પષ્ટપણે લખાયેલું છે કે ડિલિવરી 26 ઓક્ટોબરથી શરૂ થશે. Jio.com પર પ્રી-ઑર્ડર બુકિંગ માટે, જો તમે એક્સિસ અથવા સિટીબેંક ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરો છો, તો 5 ટકા કેશબેક ઉપલબ્ધ થશે.

ભારતમાં iphone XR ની કિંમત અને અવેલેબિલિટી :

એપલ iphone XRની કિંમત ભારતમાં 76,900 રૂપિયાથી શરૂ થશે. આ કિંમત 64 જીબી વર્ઝનની છે. 128 જીબી વેરિઅન્ટ્સની કિંમત રૂ. 81,900 અને 256 જીબી વેરિઅન્ટ્સની કિંમત 91,900 રૂપિયા થશે. 26 ઑક્ટોબરથી,  એપલના ઑફલાઇન અને ઑનલાઇન પાર્ટનર પર સેલ પ્રારંભ થશે. ગ્રાહકો બ્લેક, બ્લુ, કોરલ, રેડ, વ્હાઈટ અને યલો કલર ઓપ્શનમાં ફોન ખરીદી શકે છે.

એપલ iphone XR સ્પેસિફિકેશન  :

ડ્યુઅલ સિમ ડ્યુઅલ સ્ટેન્ડબાય સ્માર્ટફોન iphone XR આઉટ ઓફ બોક્સ iOS 12 પર ચાલશે. તેમાં 6.1-ઇંચ (828×1792-પિક્સેલ) એલસીડી રેટિના ડિસ્પ્લે છે. ડિસ્પ્લેની ટોપ પર નોચ આપવામાં આવી છે, જેમાં ટ્રુપેથ કૅમેરા સિસ્ટમ છે. તેમાં 3D ટચ સપોર્ટ નથી. નવું મોડેલ હેપ્ટિક ટચથી સજ્જ છે.iphone XR એપલના પોતાના A12 બાયોનિક પ્રોસેસરનો ઉપયોગ કરે છે. તેમાં 30 ટકા ઝડપી એપ્લિકેશન લોન્ચ વિશે દાવો કરવામાં આવ્યો છે. આઇફોન XR ત્રણ વિકલ્પો 64 GB, 128 GB અને 256 GB માં ઉપલબ્ધ થશે . આ ફોન A 7000-સીરિઝ એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ બિલ્ડ છે. આ ફોનને IP-67 રેટિંગ મળ્યું છે . ફોટોગ્રાફ્સ અને વિડિયો કેપ્ચર માટે 12 મેગાપિક્સેલ કેમેરા તેનું એપરચર એફ/1.8 છે. એલઇડી ટ્રુ ટોન ફ્લેશ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલિઝશન સાથે આવે છે. ફ્રન્ટ પેનલમાં એફ/2.2 એપરચર સાથે 7 મેગાપિક્સલનો કેમેરો છે. આ કૅમેરો વપરાશકર્તાઓને પોર્ટ્રેટ મોડમાં બહેતર ફોટોસ ખેંચવામાં મદદરૂપ થશે.

એપલે તેના આઇફોન ચેનલ પર  iphone XRના બે વિડિઓઝ અપલોડ કર્યા છે. જે નવા ફોન ના પૂર્વ-ઑર્ડરની શરૂઆત પછી નીચે દર્શાવ્યા મુજબ છે.

આ વિડીયો રંગ પસંદગીઓ તરફ દોરે છે, પછી બતાવે છે કે કેવી રીતે કૅમેરો તેના એક લેન્સ હોવા છતાં ડેપ્થ-ઓફ-ફિલ્ડ કંટ્રોલ આપે છે.

આઇફોન XR વિડીયોના બીજા ભાગને સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે. આ બધું ફોનની દ્રશ્ય ડિઝાઇન વિશે છે, જે કેસ રંગો, ડિઝાઇન વિગતો અને સ્ક્રીનને દર્શાવે છે. તે 30 સેકન્ડ લાંબો છે.

ફાફડાનો ભાવ 340થી 400, શુદ્ધ ઘીની જલેબી 600થી 1000માં પડશે

તમને કદાચ ગમશે

Loading...