પત્નીએ પીછો કરી પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપ્યો, પતિ ગભરાઈને ભાગી ગયો, પ્રેમિકાની રોડ પર જ ધોલાઈ

99
Loading...

અમદાવાદ: સીટીએમમાં પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો હતો. પત્નીએ પતિ અને તેની પ્રેમિકાને રંગે હાથ ઝડપી લીધા હતા. અને પ્રેમિકાને રોડ વચ્ચે મેથીપાક ચખાડ્યો હતો. જોકે પત્નીનો ગુસ્સો જોઇ પતિ ભાગી ગયો હતો. સીટીએમના એક ફ્લેટમાં રહેતા 30 વર્ષીય નિકિતાના લગ્ન રિશી સાથે થયા હતા. રિશી તેના જ ફ્લેટમાં આવેલા અન્ય બ્લોકમાં રહેતી 21 વર્ષીય દિપીકાના સંપર્કમાં આવ્યો. બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા. અવાર નવાર તેઓ એકબીજાને મળતા અંગત પળો વિતાવા લાગ્યા. બન્નેએ સાથે વિતાવેલી અંગત પળોના ફોટો તથા વિડીયો પણ ઉતાર્યા હતા. રિશીના ફોનમાં રહેલા ફોટો અને વીડિયો નિકીતા જોઇ ગઇ હતી.

દિપીકા પ્રેમી રિશીની રાહ જોઇ સીટીએમ બ્રિજ નીચે ઉભી હતી

તેણે પોતાના હાથ લાગેલા વીડિયો અને ફોટો અંગે રિશીને કંઇ જણાવ્યું નહી અને રિશીને પ્રેમથી લગ્નેત્તર સંબંધનો અંત કરવા સમજાવ્યો હતો. જોકે તેણે આવું કંઇ નથી કહીને સ્વીકારવાનો જ ઇન્કાર કરી દીધો હતો. એ દિવસથી નિકીતા પતિને રંગે હાથ પકડવાનો નિર્ણય કરી લીધો હતો. શનિવારે તે બહાર જવાનું બહાનું કાઢી નીકળી અને ફ્લેટની છત પર સંતાઇને પતિ બહાર નીકળે તેની રાહ જોતી હતી. બીજી તરફ દિપીકા પ્રેમી રિશીની રાહ જોઇ સીટીએમ બ્રિજ નીચે ઉભી હતી. પ્રેમિકાને મળવા રિશી જેવો બાઇક લઇને નીકળ્યો કે તરત જ નિકીતાએ તેનો પીછો કરી તેને પ્રેમિકા સાથે રંગે હાથ પકડ્યો હતો. તે દરમિયાન રિશી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે દિપીકાને નિકીતાએ મેથી પાક ચખાડ્યો હતો. (પાત્રોના નામ બદલ્યા છે.)

તારો પતિ મારી દીકરી સાથે આવા સંબંધ કેવી રીતે રાખી શકે?

નિકીતા અને દિપીકા જ્યારે ઝઘડી રહ્યા હતા. ત્યારે દિપીકાના માતા-પિતા ત્યાં આવી ગયા હતા. નિકીતાએ દિપીકાના રિશી સાથેની અંગત પળોના ફોટો તેના માતા પિતાને બતાવ્યા હતા. ફોટા જોઇ દિપીકાના માતા-પિતાએ નિકીતા સાથે ઝઘડો કરી કહ્યું તારો પતિ મારી દીકરી સાથે આવા સંબંધ કેવી રીતે રાખી શકે?

પત્નીએ અનેક ફોન કર્યા પણ પતિ ન આવ્યો

પતિ પત્ની ઓર વો વચ્ચેનો ઝઘડો જાહેર રસ્તા પર ચાલી રહ્યો હોઇ તેના વિડીયો વાઇરલ થયા હતા. જ્યારે ભાગી ગયેલા પતિને પાછા આવવા માટે અનેક વાર પત્નીએ ફોન કરવા છતાં તે આવ્યો નહોતો. (અહેવાલ- ધર્મીષ્ઠા પટેલ)

તમને કદાચ ગમશે

Loading...