ગત દિવાળી કરતાં આ દિવાળીએ પેટ્રોલ 5 રૂપિયા ડીઝલ 14 રૂપિયા મોંઘું

64

આમ જનતા માટે હવે લક્ઝરી નહી પણ જીવનાવશ્યક બની ચૂકેલા પેટ્રોલ- ડીઝલના ભાવ આ સાલ લોકોની દિવાળી બગાડી દીધી છે. ગત સાલ દિવાળી પર પેટ્રોલનો ભાવ ૬૭-૩૭ હતો. એમાં સતત વધારો થતાં હવે ૭૬-૪૪એ પહોંચી ગયો છે. ગત સાલની સાપેક્ષમાં ૯ રૂપિયા સાત પૈસા વધી ગયા છે. અને આ સાલ તો એવી હેરત ઊપજાવે એવી વાત એ છે કે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થઈ ગયું છે. ગત દિવાળીએ ડીઝલનો ભાવ ૬૩ રૂપિયા હતો. જે ૭૬-૯૪ છે એ રીતે જોઈએ તો ગત દિવાળીથી આજ સુધીમાં ૧૪ રૂપિયા ભાવ વધી ગયા છે. જો સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં પ રૂપિયાની રાહત આપી ન હોત તો તો ડીઝલ ૧૯ રૂ.અને પેટ્રોલ ૧૪ રૂ. મોંઘું હોત !

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની સાલમાં દિવાળીએ પેટ્રોલનો એક લિટરનો ભાવ ૬૦ હતો ૨૦૧૬માં દિવાળી વખતે ૬૭-૯૫ હતો અને ૨૦૧૭માં દિવાળી વખતે ભાવ ૬૭-૩૭ હતો. જે હાલ દિવાળી સમયે છેક ૭૬-૪૪ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે ડીઝલમાં જોઈએ તો ૨૦૧૫માં દિવાળી સમયે ડીઝલનો ભાવ ફકત રૂ. ૪૮ હતો. ૨૦૧૬ની દિવાળીએ વધતાં વધતાં ૧૩-૫૫ વધીને ભાવ ૬૧-૫૫ થયો હતો. એ ૨૦૧૭માં ભાવ ૬૩ રૂપિયા થયો હતો. અને આ દિવાળીએ ડીઝલનો ભાવ ગત દિવાળી કરતાં ૧૪ રૂપિયા વધી ગયો છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ- ડીઝલમાં ડેઇલી પ્રાઇઝ ચેન્જિસ સિસ્ટમ તા. ૧૬-૦૬-૨૦૧૭થી અમલમાં બનાવાઈ હતી. એ સમયે ડીઝલનો ભાવ ૬૨-૩૯ હતો. અને પેટ્રોલનો ભાવ રૂ. ૬૮-૫૫ હતો. એ વખતે પેટ્રોલ ડીઝલ વચ્ચે રૂ.૬-૧૬ ફેર હતો. એ જ માસની ૩૦મી જૂને પેટ્રોલનો ભાવ રૂ.૬૪-૬૬ અને ડીઝલનો ભાવ રૂ. ૫૯-૧૦ હતો. જેથી બંને વચ્ચે રૂ.૫-૫૬નો તફાવત હતો. એ પછી તફાવત સતત ઘટતો જ ગયો છેલ્લે ભાવમાં ડીઝલ- પેટેલ વચ્ચે રૂ.૨-૨૭ ડિફરન્સ હતો. એ પણ ઘટતાં ઘટતાં હવે એક સમાન થઈ ગયો છે. અલબત પેટ્રોલ કરતાં ડીઝલના ભાવમાં આઠ પૈસા વધી ગયા હતા.

પ દિવસમાં પેટ્રોલમાં રૂ.૧-૦૭, અને ડીઝલમાં દોઢ રૂપિયાનો ઘટાડો

Loading...

તા.૨૫ ઓક્ટોબરનો ભાવ જોઈએ તો પેટ્રોલનો ભાવ ૭૭-૯૩ અને ડીઝલનો ભાવ ૭૮-૦૧ થયો હતો જે ભાવ તા. ૩૦મી ઓક્ટોબરે પેટ્રોલમાં રૂ. ૭૬-૪૪ છે. એમાં પ દિવસમાં દોઢ રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલમાં હાલ ભાવ રૂ. ૭૬-૯૪ છે. એમાં રૂ.૧-૦૭ નો ઘટાડો થયો છે.

ગત તા.૧લી સપ્ટેમ્બરના રોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ રૂ. ૭૭-૭૯ હતા અને ડીઝલનો ભાવ રૂ. ૭૫-૫૦ હતા એ પછી સતત ભાવ વધતાં જ ગયા હતા અને ગત તા. ૪ ઓક્ટોબરના રોજ પેટ્રેલનો ભાવ ૮૩-૦૪ એ આંબી ગયા હતા. અને ડીઝલના ભાવ રૂ. ૮૦-૯૨એ પહોંચી ગયા હતા એ પછી લોકરોષને ખાળવા માટે કેન્દ્ર અને રાજ્યએ ભાવ ઘટાડો કરતા પેટ્રોલમાં ઇફેક્ટિવ ભાવ ઘટાડો ૪-૫૯ અને ડીઝલમાં ઇફેક્ટિવ ભાવ ઘટાડો ૪-૭૪ આવી ગયો હતો. જેના કારણે ભાવ ડીઝલના ૭૬-૧૮ અને પેટ્રોલના ભાવ ૭૮-૭૫ થયા હતા.

ભાવ ઘટાડા પછી

તા.૨૫મી ઓક્ટોબરે પેટ્રોલનો ભાવ ૭૭-૯૩ (પ્રીમિયમના ૮૦-૭૫) અને ડીઝલના ૭૮-૦૧ (એકસ્ટ્રા માઇલેજ ૮૧-૧૭) થયા હતા આમ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન થઈ જવા ઉપરાંત ડીઝલ આઠ પૈસા મોંઘું બન્યું છે. જે વિતરકોને પણ નવાઈ પમાડે છે

દિવાળીમાં લીંબુની છાલથી ચમકાવો આ રીતે તમારા ઘરની દરેક વસ્તુ

તમને કદાચ ગમશે

Loading...