હવે લાડુનું કૌભાંડ! તિરૂપતિમાં 14 હજાર લાડુ બ્લેકમાં વેચાયા

113
Loading...

વિખ્યાત તિરૂપતિ મંદિરના કર્મચારીઓએ પ્રસાદના લાડુના કાળા બજાર કર્યાની શંકા: લાડુના ટોકનની મેન્યુઅલી સિસ્ટમ ભારે પડી

નવરાત્રી ખતમ થતાં જ આંધ્રપ્રદેશમાં સ્થિત પ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં લાડુ કૌભાંડ બહાર આવ્યું છે. નવરાત્રી બ્રહ્મોત્સવ પછી એવી ચર્ચા છે કે કોન્ટ્રાક્ટ પર રાખેલા કેટલાક કર્મચારીઓએ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુઓમાંથી ૧૪,૦૦૦ લાડુ બ્લેક માર્કેટમાં ડાઈવર્ટ કરવાની કોશિશ કરી હતી. મંદિરમાં દર્શનાર્થીઓને ટોકનના આધારે લાડુ આપવામાં આવે છે. આ ઘટનાથી મંદિરનું સંચાલન કરનાર તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) સ્તબ્ધ છે.

નવરાત્રી બ્રહ્મોત્સવ દરમિયાન ગરૂડ સેવા પર ભક્તોની ભારે ભીડ થવાની અપેક્ષાએ ટીટીડી તરફથી મેન્યુઅલ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટનો આ જ નિર્ણય હવે સમસ્યાનું કારણ બન્યો છે. માહિતી અનુસાર, ૧૪, ૧૫ અને ૧૬મી ઓક્ટોબરે કુલ ૩૦ હજાર ટોકન આપવામાં આવ્યા હતા, જેમાં ૧૦૦ રૂપિયા (ચાર લાડુ માટે) વાળા અને ૫૦ રૂપિયા વાળા( બે લાડુ માટે) ટોકન સામેલ હતા. કાઉન્ટર પરથી અપાયેલા આ તમામ ટોકન ઓનલાઈનના સ્થાને મેન્યુઅલી વહેંચવામાં આ‌વ્યા હતા.

લાડુ પ્રસાદમ ટિકિટ (એલપીટી) કાઉન્ટર્સ પર કામ કરનારા કર્મચારીઓ પર આશંકા છે કે એ લોકોએ જૂના ટોકન નબંરથી જ ફરીવાર વધુ ૧૪૦૦૦ લાડુ લઈ લીધા જ્યારે અગાઉ એ જ ટોકન્સ પર લાડુઓને વધુ કિંમત પર વેચવામાં આવ્યા હતા. ટીટીડી વિજિલન્સ ટીમને મળેલી માહિતી પછી તપાસ શરૂ કરાઈ છે.

આરોપ છે કે આ લોકોએ ડબલ એન્ટ્રી અને ડુપ્લિકેશનના માધ્યમથી આ કૌભાંડ આચર્યું છે. હજુ પણ રેકોર્ડસ દ્વારા કૌભાંડના મૂળ સુધી જવાની કોશિશ થઈ રહી છે. ટીટીડીના ચીફ વિજિલન્સ અને સિક્યુરિટી ઓફિસર ટી. શિવકુમાર રેડ્ડીએ કહ્યું હતું કે તપાસ થઈ રહી છે અને કેટલાક કર્મચારીઓની પુછપરછ પણ કરાઈ છે.

તિરૂપતિ મંદિરના લાડુ ઘણા પ્રસિદ્ધ છે. દિવ્ય દર્શન માટે અલિપરી અને શ્રીવરી મેટ્ટુની પદયાત્રા કરનારા દર્શનાર્થીઓને ૧૦ રૂપિયામાં સબ્સિડાઈઝ્ડ રેટ પર બે લાડુ આપવામાં આવે છે અને વધુમાં એક વધારે લાડુ મળી શકે છે. સર્વદર્શન (મફતમાં દર્શન)માં પણ ૧૦ રૂપિયામાં બે લાડુ મળે છે. ૩૦૦ રૂપિયાવાળી સ્પેશિયલ એન્ટ્રીમાં બે લાડુ ફ્રી મળે છે પણ વધારાના લાડુ માટે ૨૫ રૂપિયા પ્રતિ લાડુએ આપવા પડે છે. દર્શનાર્થીઓ ઉપરાંત ટ્રસ્ટ પોતાના હાલના અને નિવૃત કર્મચારીઓને પાંચ રૂપિયા પ્રતિ એકના હિસાબે દર મહિને ૧૦ લાડુ આપે છે.

આ પણ વાંચો

ચાર બાળકોએ એક જ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર

તમને કદાચ ગમશે

Loading...