ટોયોટાએ અત્યાર સુધીનો સર્વોચ્ચ ₹965 કરોડ નફો કર્યો : જાણો કેવી રીતે?

19

Toyota Motors

નવી ઇનોવા અને ફોર્ચ્યુનરની સતત માગને કારણે જાપાનની સૌથી મોટી કાર કંપનીની ભારતીય પેટાકંપની ટોયોટા કિર્લોસ્કર મોટરે માર્ચ 2018માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ₹965 કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

ચલણની સાનુકૂળ સ્થિતિ, લોકલાઇઝેશનમાં વધારો અને ખર્ચકાપ કવાયતને કારણે કંપનીનો ચોખ્ખો નફો 73 ટકા વધ્યો હતો.

વેચાણ માં ઘટાડો

Loading...

વાર્ષિક વેચાણમાં ઘટાડો છતાં નફામાં તીવ્ર વધારો થયો હતો.

કંપનીનું વેચાણ બે ટકા ઘટીને 14 લાખ યુનિટ્સ થયું હતું. વેચાણ ઘટવાથી આવક ઘટી હતી.

ખાસ કરીને, નોંધપાત્ર નીચા ભાવને કારણે ઇનોવા અને ઇટીઓસના ઊંચા વેચાણથી કુલ વેચાણ ₹18,998 કરોડનું થયું હતું.

Toyota કિર્લોસ્કરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રાઇવેટલી હેલ્ડ કંપની હોવાને કારણે તેઓ નાણાકીય વિગતો પર ટિપ્પણી નથી કરતા.

ખર્ચ માં કાપ

નફામાં વધારો કંપનીના ભૂતપૂર્વ એમડી નાઓમી ઇશ્શીએ હાથ ધરેલા પ્રયાસોનું પરિણામ છે.

નાઓમીએ સોર્સિંગ, મેન્યુફેક્ચરિંગ, સેલિંગ, માર્કેટિંગ સહિતના તમામ ખર્ચમાં ઘટાડો કરતાં કંપની 50 ટકા ક્ષમતાના વપરાશે પણ કામ કરી શકી હતી.

વોલ્યુમ્સ પ્રતિ વર્ષ 14 લાખથી 17 લાખ યુનિટ્સની રેન્જમાં હોવા છતાં Toyota માટે ભારત સતત ચોથા વર્ષમાં નફાકારક રહ્યું છે.

કંપનીએ સતત ચોથા વર્ષે ₹500 કરોડથી વધુનો ચોખ્ખો નફો કર્યો છે.

નફા પર ધ્યાન

ટોયોટા ભારતમાં સૌથી રૂઢિચુસ્ત કાર ઉત્પાદક છે.

કારબજાર વૃદ્ધિ પામીને 34 લાખ યુનિટ્સ થવા છતાં ટોયોટા છઠ્ઠા ક્રમે છે અને તેનો બજારહિસ્સો

નાણાકીય વર્ષ 2012-13માં 6.2 ટકાથી ઘટીને 2017-’18માં 4.28 ટકાએ આવ્યો છે.

વાર્ષિક વોલ્યુમ્સ પણ 16.5 લાખથી ઘટીને ૧૪ લાખ પર આવી ગયા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે

કંપની વોલ્યુમ પાછળ નથી દોડતી પણ માત્ર નફા પર ફોકસ કરે છે.

નવું રોકાણ

સતત સારી કામગીરીને કારણે કંપનીના વડામથકે નવી સેડાન યારીસમાં રોકાણ કર્યું હતું.

નવા સેગમેન્ટમાં કંપનીનો પ્રવેશ યારી દ્વારા થયો હતો. ન્યૂ જનરેશન મોડલ્સને બાદ કરતાં લગભગ આઠ વર્ષ પછી કંપનીએ યારીસ દ્વારા નવી કાર લોંચ કરી હતી.

યારીસે કંપનીની ધારણા પ્રમાણેના વોલ્યુમ્સ નહોતા મેળવ્યા પણ વેચાણમાં વધારો નોંધાયો છે.

ઇનોવા અને ફોર્ચ્યુનરની માગ જળવાઈ રહી છે અને યારીને કારણે નવા વોલ્યુમમાં ઉમેરો થવાથી

કંપનીએ ચાલુ નાણાવર્ષના પ્રથમ સાત મહિનામાં ઓટો બજાર કરતાં વધુ એટલે કે 15 ટકાના દરે વૃદ્ધિ કરીને 92,169 યુનિટ્સ વેચ્યા હતા.

આમ કંપનીએ બજાર કરતાં લગભગ બમણી વૃદ્ધિ કરી હતી.

Xiaomi Redmi Note 6 Proને ટક્કર આપવા honor 8c લૉન્ચ : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...