પંજાબઃ રાવણ દહનના કાર્યક્રમમાં ટ્રેન નીચે કચડાઇ જતા 50થી વધુ લોકોના મોત!

69
Loading...

રાવણ દહનને કારણે ફટાકડા અને લોકોની ચીચીયારીઓના અવાજમાં ટ્રેનની વિસલ કોઇએ સાંભળી નહીં
મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયની જાહેરાત, ૧૦૦થી વધુ ઘાયલોની સારવાર સરકાર કરાવશે
અમૃતસર, તા. ૧૯

પંજાબના અમૃતસરમાં એક અતી કરુણ ઘટના સામે આવી હતી, અહીં દશેરાના રાવણ દહનને નિહાળવા માટે એકઠા થયેલા લોકો પર એક ટ્રેન ફરી વળી હતી. જેને પગલે સ્થળ પર ૫૩ લોકો જીવતા કપાઇ જવાથી મૌતને ભેટયા હતા. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘવાયા છે, જેમાં કેટલાકના હાથ તો કેટલાકના પગ કપાયા છે. જે વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું ત્યાં ટ્રેનના પાટા હતા, જેના પર ઉભા રહીને લોકો રાવણ દહનને નિહાળી રહ્યા હતા. એવામાં પુર ઝડપે આવેલી ટ્રેન પાટા પર જે લોકો ઉભા હતા તેમને કચડતી ગઇ હતી. જેને પગલે સ્થળ પર જ મોટી જાનહાની થઇ હતી.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે રાવણ દહનને કારણે ફટાકડા ફુટી રહ્યા હતા અને લોકો ચીચીયારી કરી રહ્યા હતા જેને પગલે ટ્રેનની વિસલ લોકોને સંભળાઇ નહીં અને ટ્રેન લોકો પર ચડી ગઇ. બીજી તરફ ડ્રાઇવરે ટ્રેનને રોકી કેમ નહીં તેને લઇને પણ રેલવે પ્રશાસન પર અનેક સવાલો થઇ રહ્યા છે. આ ટ્રેન જાલંધરથી અમૃતસર આવી રહી હતી, જે પાટા પરથી ટ્રેન પસાર થવાની હતી ત્યાં રાવણ દહનને નિહાળવા માટે આશરે ૩૦૦થી વધુ લોકો એકઠા થયા હતા. આ વિસ્તારમાં ડબલ ટ્રેક હોવાથી બન્ને બાજુથી ટ્રેન આવી રહી હતી. જે પાટા પર ઉભેલા લોકો પર ચડી ગઇ હતી. ટ્રેનના ડ્રાઇવરે દુરથી જ વિસલ વગાડવાનું શરુ કર્યું હતું, જોકે તે જ સમયે રાવણનું દહન થઇ રહ્યું હોવાથી લોકો બુમ બરાડા પાડી રહ્યા હતા જેથી ટ્રેનનો અવાજ ન સંભળાયો અને મોટી જાનહાની સર્જાઇ.

સ્થળ પર અતી કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા, કેટલાક મૃતદેહો ઓળખવા મુશ્કેલ હતા, કેટલાકના શરીરના અંગો દુર સુધી ફંગોળાયા હતા. અંધાધુંધીનો માહોલ હતો. ૧૦૦થી વધુ ઘવાયા છે તેમાં અનેકે પોતાના શરીરના અંગો ગુમાવી દીધા છે અને તેમની સારવાર ચાલી રહી છે. માર્યા ગયેલામાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. એક માતાએ કરુણ રુદન સાથે જણાવ્યું હતું કે મે મારા બાળકને આ ઘટનામા ગુમાવ્યો, મારે પરત જોઇએ છે. જોકે એવુ નથી કે પહેલી વખત આ વિસ્તારમાં દશેહારી ઉજવણી માટે રાવણ દહનનો કાર્યક્રમ રખાયો હોય. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે અનેક વખત રેલવે પ્રશાસનને અનુરોધ કર્યા છે અને આ ફાટક પાસે ટ્રેનને બહુ જ ધીમી ગતીએ ચલાવવામાં આવે તેવી માગણી પણ કરી છે.

આ પણ વાંચો

20 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, ધન રાશિના જાતકો ખાસ વાંચો…

તમને કદાચ ગમશે

Loading...