જર્મનીએ દોડાવી દુનિયાની પહેલી હાઈડ્રોજન સંચાલિત ટ્રેન : જાણો વધુ

Train મુસાફરીના ક્ષેત્રમાં જર્મનીએ એક નવા જ ક્રાંતિકારી પ્રકરણની શરૂઆત કરી છે.

જર્મનીએ દુનિયાની પહેલી હાઈડ્રોજન ટ્રેન સર્વિસ શરૂ કરી છે. જેને ફ્રાંસની ઓલસ્ટોમ કંપનીએ બે વર્ષની જહેમતના અંતે તૈયાર કરી છે. આ ટ્રેનનું કોરાડીયા આઈલિન્ટ નામ રાખવામાં આવ્યુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ Train માંથી ધુમાડો નીકળતો નથી એટલે પ્રદુષણ થવાની કોઈ સંભાવના નથી.

Train

ટ્રેનમાં હાઈડ્રોજન ફ્યુલ સેલ લગાવવામાં આવ્યા છે. જે કેમિકલ રિએક્શની મદદથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી Train ની લિથિયમ આયન બેટરીને ચાર્જ કરે છે અને તેની મદદથી ટ્રેન દોડે છે.

પંરપરાગત ડીઝલ ટ્રેનના મુકાબલે તેની ઝડપ અને મુસાફરો લઈ જવાની ક્ષમતા સ્હેજ પણ ઓછી નથી. તેની ટોપ સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક છે. એક વખત પ્લેનની હાઈડ્રોજન ટેન્ક ભરવામાં આવે તે પછી તે 1000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. જોકે તેને ડીઝલના Trainના મુકાબલે ઓપરેટ કરવી થોડી મોંઘી છે.

Train

જર્મનીએ હેમ્બર્ગ પાસેન એક રેલવે લાઈન પર તેની સર્વિસ શરુ પણ કરી દીધી છે.

AsiaCup 2018: ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો ગોઠવાયો : જુઓ લાઈવ સ્કોર

તમને કદાચ ગમશે